________________
[ ૯૦ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સામે ઉપસ્થિત મોતના ભયથી અત્યંત ઉદ્વિગ્ન હોય છે. ત્યાર પછી તેને આઘાતન–વધસ્થળ પર પહોંચાડી દેવામાં આવે છે અને તે અભાગીને શુળી પર ચડાવી દેવામાં આવે છે. જેનાથી તેનું શરીર ચિરાઈ જાય છે.
વિવેચન :
પ્રાચીન કાળમાં ચોરી કરવી કેટલો મોટો અપરાધ માનવામાં આવતો હતો અને ચોરી કરનારને કેટલો ભીષણ દંડ દેવામાં આવતો હતો ? તે ઉપરોક્ત વર્ણનથી સ્પષ્ટ થઈ જાય છે. આધુનિક કાળમાં પણ ચોરોને ભયંકરમાં ભયંકર યાતના ભોગવવી પડે છે.
પ્રસ્તુત પાઠમાં અઢાર પ્રકારના ચોરો તથા ચોરીના પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે અઢાર આ પ્રમાણે છે.
भलनं कुशलं तर्जा, राजभागोऽवलोकनम् । अमार्गदर्शनं शय्या, पदभंगस्तथैव च ॥१॥ विश्रामः पादपतनमासनं गोपनं तथा । खण्डस्य खादनं चैव, तथाऽन्यन्मोहराजिकम् ॥२॥ पथ्याग्न्युदकरज्जूनां प्रदानं ज्ञानपूर्वकम् ।
एता प्रसूतयो ज्ञेया अष्टादश मनीषिभिः ॥३॥ (૧) ભલન – ડરે છે શું? હું બધું સંભાળી લઈશ. તમારો વાળ વાંકો નહિં થવા દઉ. આ પ્રકારે કહીને ચોરને પ્રોત્સાહન દેવું તે ભલન કહેવાય છે. (૨) કુશલ - ચોર મળે ત્યારે તેને (ક્ષેમકુશળ) ખુશખબર પૂછવા. (૩) તર્જા :- ચોરને ચોરી કરવા માટે હાથ આદિનો સંકેત કરવો. (૪) રાજભાગ:- રાજાનો કર આપવો નહિ, ટેક્ષ છૂપાવવો. (૫) અવલોકન – ચોર માટે સંધિ આદિ જોવું અથવા ચોરી કરતાં જોઈને મૌન રહેવું. (૬) અમાર્ગ દર્શન - ચોરની શોધ કરનારને ખોટો (વિપરીત) માર્ગ બતાવવો. (૭) શય્યા :- ચોરને સૂવા માટે પથારી આપવી. (૮) પદભંગ:- ચોરના પદચિહ્નને ભૂંસી નાખવા. (૯) વિશ્રામ – ચોરને ઘરમાં છુપાવવો અથવા વિશ્રામ દેવો. (૧૦) પાદપતન :- ચોરને નમસ્કાર કરવા, સન્માન આપવું. (૧૧) આસન :- ચોરને બેસવા માટે આસન આપવું. (૧૨) ગોપન:- ચોરને છુપાવવા, છુપાવીને રાખવા. (૧૩) ખંડખાદન :- ચોરને પકવાન આદિ ખવડાવવા.