________________
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
-તયા-પાયાબ્દિ-નાપુ-ખર-પાર-મ-મહિયારી | ભાવાર્થ :- જેઓએ પોતાની ઈન્દ્રિયોનું દમન કર્યું નથી પરંતુ સ્વયં ઈન્દ્રિયોના દાસ બની ગયા છે, જે તીવ્ર આસક્તિના કારણે મૂઢહિતાહિતના વિવેકથી રહિત બની ગયા છે, બીજાના ધનમાં લુબ્ધ છે, જે સ્પર્શેન્દ્રિયના વિષયમાં તીવ્ર વૃદ્ધ છે, સ્ત્રી સંબંધી રૂ૫, શબ્દ, રસ અને ગંધમાં ઈષ્ટ રતિ તથા ઈષ્ટભોગની તૃષ્ણાથી વ્યાકુળ બનેલા છે, જે માત્ર ધનની પ્રાપ્તિમાં જ સંતોષ માને છે, એવા મનુષ્યગણ–ચોર, રાજાના પુરુષો દ્વારા પકડી લેવામાં આવે છે છતાં પણ (પહેલાં એવી યાતનાઓ ભોગવવા છતાં પણ) તે પાપકર્મના પરિણામને સમજતા નથી. તે રાજપુરુષ અર્થાત્ આરક્ષક–પોલિસ, વધ શાસ્ત્રના જાણકાર હોય છે. વધની વિવિધ પ્રકારની વિધિઓમાં વિશારદ હોય છે. અન્યાયયુક્ત કર્મ કરનારને અથવા ચોરોને ગિરફતાર કરવામાં ચતુર હોય છે. તે તાત્કાલિક સમજી જાય છે કે આ ચોર અથવા લંપટ છે. તે સેંકડોવાર લાંચ-રૂશ્વત લે છે. જૂઠ, કપટ, માયા, નિકૃતિ(ગાઢ માયા) કરી વેશપરિવર્તન આદિ કરી ચોરને પકડવામાં તથા તેનો અપરાધ સ્વીકાર કરાવવામાં અત્યંત કુશળ હોય છે. ગુપ્તચરના કામમાં અતિ ચતુર હોય છે. તે નરકગામી, પરલોકથી વિમુખ એવં અનેક પ્રકારે સેંકડો અસત્ય ભાષણ કરનાર ચોરને તે આરક્ષક સરકારી કર્મચારીઓ સમક્ષ ઉપસ્થિત કરી દે છે.
રાજકીય પુરુષો દ્વારા તે ચોરને પ્રાણદંડની સજા દેવામાં આવે છે, તેને નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને પથ આદિ સ્થાનોમાં જનસાધારણની સામે પ્રગટરૂપે લઈ જવામાં આવે છે. ત્યાર પછી નેતરની સોટીથી, ડંડાથી, લાઠીઓથી, લાકડીઓથી, ઢેફાથી, પથ્થરોથી, લાંબી લાકડીથી (એક વિશેષ પ્રકારની લાઠીથી), મુક્કાથી, લતાઓથી, લાતોથી, ઘુંટણોથી, કોણીઓથી માર મારી તેના હાડકાં ભાંગી નાંખવામાં આવે છે.
વિવેચન :
- પ્રસ્તુત પાઠમાં ચોરોની યાતનાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમજ ચોરીના મૂળ કારણનો નિર્દેશ કર્યો છે. તેના મુખ્ય કારણ આ પ્રમાણે છે- (૧) ઈન્દ્રિયોને વશમાં ન રાખવી. (૨) પર ધનનો લોભ અથવા આસક્તિ. (૩) પરસ્ત્રીનો અનુરાગ [પરસ્ત્રીનું સેવન કરવું તેમાં અબ્રહ્મના દોષ સાથે અદત્તાદાનનો પણ દોષ લાગે છે કારણ કે પરસ્ત્રી અદત્ત છે.] ઉપરોક્ત કારણોને વશ થઈને જીવ અદત્તાદાન માટે પ્રેરાય છે.
મૂળપાઠમાં કેટલાક સ્થળોનો ઉલ્લેખ થયેલ છે. તેના અર્થ આ પ્રમાણે છે. શૃંગાટક- સિંઘોડાના આકારનો ત્રિકોણનો માર્ગ. ત્રિક- જ્યાં ત્રણ રસ્તા મળતા હોય. ચતુષ્ક– ચોક, બે માર્ગ જ્યાં ક્રોસ થાય. ચત્વર- જ્યાં ચારથી અધિક માર્ગ મળતા હોય. ચતુર્મુખચારે દિશાઓમાં જવાનો માર્ગ જ્યાંથી નીકળે. મહાપથ પહોળી સડક, રાજમાર્ગ. પથ- સાધારણ રસ્તો. ચોરને મૃત્યુ દંડ :१५ अट्ठारसकम्मकारणा जाइयंगमंगा कलुणा सुक्कोट्ठकंठ-गलक-तालु-जीहा