________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૩
| ૮૭ |
નીકળી જાય છે. તેની છાતી ધડક–ધડક થવા લાગે છે. તેના અંગ મરડી નાંખવામાં આવે છે. તેને વારંવાર ઉંધા કરવામાં આવે છે. તે અશુભ વિચારોમાં ડૂબ્યાં રહે છે અને ઠંડા શ્વાસ છોડે છે.
ચોરને આ પ્રમાણે યાતના દેવામાં આવે છે– કારાગારના અધિકારીઓની આજ્ઞાનું પાલન કરનારા કર્મચારી ચામડાની દોરીથી તેનું મસ્તક ખેંચીને બાંધી દે છે. બન્ને જાંઘને ચીરી નાખે છે અથવા વાળી દે છે. ઘુંટણ, કોણી, કાંડુ આદિ કાષ્ટમય યંત્રથી બાંધવામાં આવે છે. તપાવેલા લોઢાના સળીયા અને સોઈ શરીરમાં ચૂભાવવામાં આવે છે. વસૂલાથી લાકડાની જેમ તેનું શરીર છોલવામાં આવે છે. મર્મસ્થળોને પીડિત કરવામાં આવે છે. લવણ આદિ ક્ષારપદાર્થ, લીમડા આદિ કડવા પદાર્થ અને લાલ મરચાં આદિ તીખા પદાર્થ, તેના કોમળ અંગો પર છાંટવામાં આવે છે. આ પ્રકારે પીડા પહોંચાડવાના સેંકડો ઉપાયો-પ્રકારો દ્વારા યાતનાઓ પ્રાપ્ત કરે છે.
તેમજ છાતી પર લાકડું રાખી, જોરથી દબાવવાથી અથવા લાકડા દ્વારા મારવાથી તેના હાડકાં ભાંગી જાય અને પાંસળી ઢીલી પડી જાય છે. માછલી પકડવાના કાંટાની સમાન ઘાતક, કાળા લોઢાનો અણીદાર દંડ તેની છાતી, પેટ, ગુદા અને પીઠમાં ભોંકવાથી તે અત્યંત પીડાનો અનુભવ કરે છે. અદત્તાદાન કરનારનું હૃદય વલોવી નાંખવામાં આવે છે અને તેના અંગ-પ્રત્યંગને છેદવામાં આવે છે.
વેરી બનેલા પોલિસ અથવા યમદૂતોની સમાન કારાગારના કર્મચારી તેને મારે છે. આ પ્રકારે તે અભાગી, મંદપુણ્યચોરને કારાગારમાં થપ્પડો, મુટ્ટીઓ, ચર્મપટ્ટાઓ, લોઢાના કુશો, લોઢાના તીક્ષ્ણ શસ્ત્રો, ચાબુકો, લાતો, મોટા દોરડાં અને નેતરની સોટીના સેંકડો પ્રહારોથી ત્રાસ દઈ પીડિત કરવામાં આવે છે. શરીર પરના ઘાની વેદનાથી તે બિચારા ચોરોના મન ઉદાસ બની જાય છે, મૂઢ બની જાય છે. લોઢાના ઘણથી કુટી-કુટીને બનાવેલી બન્ને બેડીઓ પહેરાવી રાખવાના કારણે તેના અંગ સુકાઈ જાય છે, શિથિલ બની જાય છે. તેને નિરુચ્ચાર કરી દેવામાં આવે છે અર્થાત્ તેનું બોલવાનું બંધ કરી દેવામાં આવે છે. તે ફરી શકતા નથી. તેનું ચાલવાનું– ફરવાનું રોકી દેવામાં આવે છે. પાપી પુરુષ આ અને આવા પ્રકારની અનેક વેદનાઓ પ્રાપ્ત કરે છે.
આરક્ષકોની કુશળતા :१४ अदंतिदिया वसट्टा बहुमोहमोहिया परधणम्मि लुद्धा फासिंदिय-विसयतिव्वगिद्धा इत्थिगयरूवसद्दरसगंधइट्ठरइमहियभोगतण्हाइया य धणतोसगा गहिया य जे णरगणा, पुणरवि ते कम्मदुव्वियद्धा उवणीया रायकिंकराण तेसिं वहसत्थग पाढयाणं विलउलीकारगाणं लंचसयगेण्हगाणं कूडकवडमाया णियडी-आयरण पणिहि-वंचणविसारयाणंबहुविहअलियसयजपगाणं, परलोय-परम्मुहाणं णिरयगइ गामियाणं तेहिं आणत्त-जीयदंडा तुरियं उग्घाडिया पुरवरे सिंघाडग-तिय-चउक्कचच्चर-चउम्मुहमहापहपहेसुवेत-दंड-लउड-कट्ठले?-पत्थर पणालिपणोल्लिमुट्ठि