________________
[ ૭૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
કહે છે. (૧૫) આલિયા :- બીજાના ધનને લઈ લેવા રૂપ હોવાથી તેને આદાન કહે છે. (૧૬) નુંપળT :- બીજાના ધનને લુપ્ત કરવા રૂપ હોવાથી તેને લુમ્પના કહે છે. (૧૭) અપક્વો :- અવિશ્વાસનું કારણ હોવાથી તેને અપ્રત્યય કહે છે. (૧૮) કવીતો :- બીજાને પીડા ઉપજાવવી. જે વ્યક્તિને ત્યાં ચોરી કરવામાં આવે તે વ્યક્તિને પીડા અવશ્ય થાય છે. (૧૯) અહેવો ઃ- પરકીય દ્રવ્ય કે તેના સ્વામી પર તૂટી પડવું તેને આક્ષેપ કહે છે. (૨૦) હેવો :- કોઈની વસ્તુ છીનવી લેવા રૂપ હોવાથી તેને ક્ષેપ કહે છે. (૨૧)
વિવો - બીજાની વસ્તુ લઈ ગમે ત્યાં ફેંકી દેવી અથવા નષ્ટ કરી નાંખવી તેને વિક્ષેપ કહે છે. (૨૨) વડલા :- ત્રાજવા, તોલા, માપ આદિમાં અનીતિ કરવી. લેવાને માટે મોટા અને દેવાને માટે નાના તોલ-માપ આદિનો પ્રયોગ કરવો. તેને કૂટતા કહે છે. (૨૩) સુમતિ - કુલને મલિન-કલંકિત કરનાર પ્રવૃત્તિ હોવાથી તેને કુલમષિ કહે છે. (૨૪) વE :- તીવ્ર ઈચ્છા થવા પર ચોરી થાય છે. માટે ચોરીનું મૂળ કારણ કાંક્ષા હોવાથી તે કાંક્ષા કહેવાય છે. (૨૫) નાનપણ પત્થા :- નિંદિત લાભની અભિલાષા કરવાથી તેને લાલપન પ્રાર્થના કહે છે. (૨૬) માલણ જ વસM :- વિપત્તિઓનું કારણ હોવાથી તેને ભયજનક વ્યસન કહે છે અર્થાત્ ભયંકર લત(આદત)કહે છે. (૨૭) ફાગુચ્છા :- બીજાના ધનમાં અથવા વસ્તુમાં ઈચ્છા એવં આસક્તિ થવાના કારણે તેને ઈચ્છા–મૂર્છા કહે છે. (૨૮) તદ્દાદિ :- પ્રાપ્ત થયેલ દ્રવ્ય પર મોહ અને અપ્રાપ્તિની ઈચ્છારૂપ હોવાથી તેને તૃષ્ણાગૃદ્ધિ કહે છે. (૨૯) ળિયડી :- તે કપટપૂર્વક કરવામાં આવે છે. માટે તેને નિકૃતિકર્મ છે. (૩૦) અખરચ્છતિ :- બીજાઓની નજર ચૂકવીને આ કાર્ય કરવામાં આવે છે. માટે તેને અપરાક્ષ કહે છે.
અદત્તાદાનના પૂર્વોક્ત પર્યાયવાચી નામોથી તેની વ્યાપક્તાનો પરિબોધ થાય છે. આગમોમાં અનેક પ્રકારના ચોરનો ઉલ્લેખ મળે છે.
तवतेणे वयतेणे, रूवतेणे य जे गरे ।
માયાભાવોને ય, સુવ્ર વેવ વિષ્યિ -(દશર્વતિજી, . ૧, .૪૬) જે સાધુ તપનાચોર, વ્રતનાચોર, રૂપનાચોર અથવા આચારના ચોર અને ભાવના ચોર હોય છે તે તપ અને સંયમના પ્રભાવથી જો દેવગતિ પ્રાપ્ત કરે તો ત્યાં પણ તેને કિલ્પિષી દેવ રૂપે ઉત્પન્ન થવું પડે છે. તે દેવ નિમ્ન કોટિના અને અછૂત સમાન હોય છે.