________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન–૩
૭૫
અદત્તાદાનનું આચરણ કરનારા જીવો ઃ
३ ते पुण करेंति चोरियं तक्करा परदव्वहरा छेया, कयकरणलद्ध-लक्खा साहसिया लहुस्सगा अइमहिच्छलोभगत्था दद्दरओवीलका य गेहिया अहिमरा अणभंजगा भग्गसंधिया रायदुटुकारी य विसयणिच्छूढ - लोकबज्झा, उद्दोग - गामघायग- पुरघायगपंथघायग-आलीवग तित्थभेया लहुहत्थसंपडत्ता जूयकरा खंडरक्ख-त्थीचोरपुरिसचोर - संधिच्छेया य, गंथीभेयग- परधणहरण लोमावहारा अक्खेव - हडकारगा णिम्मद्दगगूढचोरग-गोचोरग-अस्सचोरग- दासीचोरा य एकचोरा ओकड्डग - संपदायगउच्छिपग-सत्थघायग बिलकोरीकारगा य णिग्गाहविप्पलुपगा बहुविहतेणिक्कहरणबुद्धी, अणे य एवमाई परस्स दव्वाहि जे अविरया ।
ભાવાર્થ :- તે ચોર પૂર્વોક્ત પ્રકારે ચોરી કરવામાં અને બીજાના દ્રવ્યનું હરણ કરવામાં કુશળ હોય છે, તેઓએ અનેક વખત ચોરી કરી હોવાથી અવસરને જાણનાર હોય છે, સાહસી–પરિણામની અવગણના કરી ચોરી કરવામાં પ્રવૃત્ત થનારા, તુચ્છ હૃદયવાળા, અત્યંત મોટી ઈચ્છા અને લોભથી ગ્રસ્ત હોય છે, વચનોના આડંબરથી પોતાની સ્વાભાવિકતાને છુપાવનારા હોય છે, બીજાને લજ્જિત કરનાર હોય છે. જે બીજાના ઘર આદિમાં આસક્ત હોય છે, સામેથી સીધો પ્રહાર કરનાર હોય છે અથવા સામે આવેલાને મારનાર હોય છે. તે ઋણને ચૂકવતા નથી, કરેલી સંધિ અથવા પ્રતિજ્ઞાનો કે વાયદાનો ભંગ કરનાર હોય છે. તે રાજભંડાર આદિ લૂંટીને અથવા અન્ય પ્રકારે રાજા, રાજ્યશાસનનું અનિષ્ટ કરનાર હોય છે. દેશનિકાલ કરવાના કારણે તે જનતા દ્વારા બહિષ્કૃત હોય છે, ઘાતક હોય છે અથવા ઉપદ્રવ કરનાર હોય છે, ગ્રામઘાતક, નગરઘાતક, રસ્તામાં મુસાફરોને લૂંટનાર અથવા મારનાર હોય છે. આગ લગાવનાર અને તીર્થમાં ભેદ કરાવનાર હોય છે. તે જાદુગરની જેમ હાથચાલાકી કરનાર–ખિસ્સાકાતરુ, જુગારી, ખંડરક્ષ–કોટવાળ, સ્ત્રીચોર અથવા સ્ત્રીની વસ્તુને ચોરનાર હોય છે અથવા સ્ત્રીઓના વેશ ધારણ કરી ચોરી કરે છે. જે પુરુષની વસ્તુનું અથવા પુરુષનું અપહરણ કરે છે. જે ખાતર પાડનાર, ગાંઠ કાપનાર, બીજાના ધનનું હરણ કરનાર હોય છે. તે નિર્દયતાથી આંતક ફેલાવે છે, જે વશીકરણ આદિનો પ્રયોગ કરી ધનાદિનું અપહરણ કરે છે, બળાત્કારથી હરણ કહે છે, હંમેશાં બીજાઓના ઉપમર્દક, ગુપ્તચર, ગાયની ચોરી કરનાર, અશ્વની ચોરી કરનાર, દાસીની ચોરી કરનાર, એકલો જઈને ચોરીકરનાર, આકર્ષક–બીજાના ઘરમાંથી ચોરી કરવા માટે બીજા ચોરનો સાથ લઈને ચોરી કરનાર અથવા ચોરેલા દ્રવ્યને અન્ય સ્થાને લઈ જનાર અથવા ચોરોને સહાયતા કરનાર, ચોરને ભોજન દેનાર અથવા છુપાઈને ચોરી કરનાર, સાર્થ– સમૂહને લૂંટનારા, બીજાને દગો દેનારા અથવા બનાવટી અવાજમાં બોલનારા, રાજા દ્વારા નિગૃહિત, દંડિત એવં છળપૂર્વક રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, અનેકાનેક પ્રકારની ચોરી કરીને પરકીય દ્રવ્યને હરણ કરવાની બુદ્ધિવાળા એવા ચોર અને એવી જ જાતના બીજા લોકો જે અદત્તાદાનના ત્યાગી થયા નથી, જેનામાં પરકીય ધન પ્રત્યેની લાલસા વિદ્યમાન છે તેવા લોકો ચોરીના કાર્યમાં પ્રવૃત્ત રહે છે.