________________
૪ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પૂછે અથવા ન પૂછે તોપણ પોતાના સ્વાર્થને માટે અથવા સ્વાર્થ વિના પણ કેવળ પોતાની ચતુરાઈ, વ્યવહાર કુશળતા અને પ્રૌઢતા પ્રગટ કરવાને માટે અનેક પ્રાણીઓને પીડા ઉપજે, પરિતાપ પહોંચે, તેની હિંસા થાય, વિવિધ પ્રકારના આરંભ-સમારંભ થાય તેવા આદેશો આપે છે.
અનેક લોકો આ પ્રકારના વચન-પ્રયોગમાં કોઈ દોષ જ સમજતા નથી, તેથી નિઃશંક થઈ તે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે. એવા અજ્ઞ પ્રાણીઓને વાસ્તવિકતા સમજાવવાને માટે સૂત્રકારે વિસ્તારથી આ અસત્ય વચનોનો ઉલ્લેખ કર્યો છે અને આગળ પણ કરે છે. યુદ્ધ આદિના ઉપદેશ-આદેશ : १४ अप्पमहउक्कोसगा य हम्मंतु पोयसत्था, सेण्णा णिज्जाउ, जाउ डमरं, घोरा वटुंतु य संगामा, पवहंतु य सगडवाहणाई, उवणयणं चोलगं विवाहो जण्णो अमुगम्मि य होउ दिवसेसु करणेसु मुहुत्तेसु णक्खत्तेसु तिहिसु य, अज्ज होउ ण्हवण मुइय बहुखज्जपिज्जकलिय कोउग विण्हावणग, संतिकम्माणि कुणह, ससि-रवि-गहोवराग-विसमेसु सज्जणपरियणस्स य णियगस्स य जीवियस्स परिरक्खणट्ठयाए पडिसीसगाई य देह, देह य सीसोवहारे, विविहोसहिमज्जमंस-भक्खण्ण-पाण-मल्लाणुलेवणपईवजलिउज्जलसुगंधि-धूवावगार-पुप्फ-फल-समिद्धे पायच्छित्ते करेह, पाणाइवायकरणेणं बहुविहेणं विवरीउप्पायदुस्सुमिण-पावसउण-असोमग्गहचरिय-अमंगलणिमित्त-पडिघायहेडं, वित्तिच्छेयं करेह, मा देह किंचि दाणं, सुठ्ठ हओ सुट्ठ छिण्णो भिण्णोत्ति उवदिसंता एवं विहं करेंति अलियं मणेण वायाए कम्मुणा य अकुसला अणज्जा अलियाणा अलियधम्मणिरया अलियासु कहासु अभिरमंता तुट्ठा अलियं करेत्तु होइ य बहुप्पयारं । ભાવાર્થ :- નાના, મધ્યમ અને મોટા નૌકાદળ અથવા નૌકાવ્યાપારીઓ અથવા નૌકાયાત્રીઓના સમૂહને નષ્ટ કરો. સેના (યુદ્ધાદિ માટે) પ્રયાણ કરે, સંગ્રામ ભૂમિમાં જાય, ઘોર યુદ્ધનો પ્રારંભ થાય, ગાડી અને નૌકા આદિ વાહનો ચાલતા થાય. ઉપનયન (યજ્ઞોપવીત) સંસ્કાર, ચોલક–શિશુના મુંડન સંસ્કાર, વિવાહ સંસ્કાર, યજ્ઞ આ સર્વ કાર્ય અમુક દિવસોમાં, બાલવ આદિ કરણોમાં, અમૃતસિદ્ધિ આદિ મુહૂર્તોમાં, અશ્વિની, પુષ્ય આદિ નક્ષત્રોમાં અને નંદા આદિ તિથિઓમાં કરો. આજે સૌભાગ્યને માટે સ્નાન કરો અથવા સૌભાગ્ય અને સમૃદ્ધિને માટે પ્રમોદ સ્નાન કરો. આજે આનંદ પૂર્વક ઘણા વિપુલ માત્રામાં ખાદ્યપદાર્થ એવં મદિરા આદિ પેય પદાર્થો તૈયાર કરાવો, ભોજનની સાથે સૌભાગ્યવૃદ્ધિ અથવા પુત્રાદિની પ્રાપ્તિ માટે વધુ આદિને સ્નાન કરાવો તથા કૌતુક કરો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને અશુભ સ્વપ્નના ફળનું નિવારણ કરવા માટે મંત્રાદિથી સંસ્કારિત જળથી સ્નાન અને શાંતિકર્મ કરો. પોતાના સ્વજનો-પરિજનો