________________
શ્રુતસ્કંધ−૧/અધ્યયન–૨
सहसा उट्टा गोणा गवया दमंतु, परिणयवया अस्सा हत्थी गवेलग-कुक्कुडा य किज्जंतु, किणावेह य विक्केह पयह य, सयणस्स देह, पियह खायह, दासी- दास-भयग भाइल्लगा य सिस्सा य पेसगजणो कम्मकरा य किंकरा य एए सयणपरिजणो य कीस अच्छंति ? भारिया भे करितु कम्मं, गहणाई वणाई खेत्त - खिलभूमिवल्लराई उत्तणघणसंकडाई डज्झंतु सूडिज्जंतु य, रुक्खा भिज्जंतु जंत- भंडाइयस्स उवहिस्स कारणाए बहुविहस्स य अट्ठाए, उच्छू दुज्जंतु, पीलिज्जंतु य तिला, पयावेह य इट्ठकाउ मम घरट्टयाए, खेत्ताइं कसह, વસાવેદ ય, તદું ગામ- આTR-TR-હેડ-બેંકે બિવેલેર, અડવીલેસેસુ विउलसीमे पुप्फाणि य फलाणि य कंदमूलाई कालपत्ताइं गिण्हेह, करेह संचयं परिजणट्टयाए साली वीही जवा य लुच्चंतु मलिज्जंतु उप्पणिज्जंतु य लहुं य पवितु य कोट्ठागारं ।
૩
ભાવાર્થ:- અન્ય પ્રાણીઓને સંતાપ અથવા પીડા પ્રદાન કરવામાં પ્રવૃત્ત, વિચાર્યા વિના ભાષણ કરનારા લોકો કોઈના પૂછવા પર અથવા પૂછયા વિના એકાએક(પોતાની પટુતા પ્રગટ કરવાને માટે) બીજાઓને આ પ્રકારે પ્રેરણા કરે કે ઊંટોનું, બળદોનું, રોઝોનું દમન કરો; વય પ્રાપ્ત–પરિણત આયુવાળા આ ઘોડાને, હાથીને, ઘેટાંને અથવા મરઘાને ખરીદો, ખરીદાવો, વહેચી દો; પકાવવા યોગ્ય વસ્તુઓને પકાવો; સ્વજનોને આપી દો. પીણા–મદિરા આદિ પીવા યોગ્ય પદાર્થનું પાન કરો. ખાવા યોગ્ય પદાર્થને ખાઓ. દાસી, દાસ, નોકર, ભૃત્ય–ભોજન દઈને રાખવામાં આવેલા સેવકો, ભાગીદાર, શિષ્ય, કર્મ કરનાર–નિયત સમય સુધી આજ્ઞા પાળનારા; કિંકર- શું કરું ? આ પ્રકારે પૂછીને કાર્ય કરનાર; આ સર્વ પ્રકારના કર્મચારી તથા આ સ્વજન પરિજન વગેરે સર્વ કેમ કામ વિના બેઠા છે ? આ ભરણ-પોષણ કરવા યોગ્ય છે અર્થાત્ તેનો પગાર આદિ ચૂકવી દો. તમે તમારું કામ કરો, આ સઘન વન, ખેતર,ખેડ્યા વિનાની જમીન, વિશિષ્ટ પ્રકારના ખેતર, ઉગેલા ઘાસથી ભરાઈ ગયા છે; તેને બાળી નાખો, ઘાસ કપાવી નાંખો અથવા નિંદામણ કરો. યંત્રો—ઘાણી, ગાડી આદિ ભાંડ–કૂંડા આદિ ઉપકરણો માટે અને નાના પ્રકારના પ્રયોજનો માટે વૃક્ષોને કપાવો; ઈક્ષુ-શેરડીને કપાવો; તલને પીલો, તેનું તેલ કઢાવો; મારું ઘર બનાવવાને માટે ઈંટોને પકાવો; ખેતર ખેડો અથવા ખેડાવો; જલ્દીથી ગ્રામ, આકર(ખાણોવાળી વસ્તી)નગર, ખેડ અને કર્બટ–કુનગર, લઘુનગર, અટવી પ્રદેશમાં વિસ્તૃત સીમાવાળા ગામ આદિ વસાવો. પુષ્પો અને ફળોને તથા પ્રાપ્ત કાળ અર્થાત્ જેને તોડવાનો સમય થઈ ચૂકયો છે તેવા કંદ અને મૂળને ગ્રહણ કરો. પોતાના પરિજનોને માટે તેનો સંચય કરો, શાલી—ધાન્ય—વ્રીહિ અનાજ આદિ અને જુવારને લણો, તેને મસળીને દાણા અલગ કરો, પવનથી સાફ કરો, દાણાને ભૂસાથી પૃથક કરો અને શીઘ્ર કોઠારમાં ભરો. વિવેચન :
પ્રસ્તુત પાઠમાં અનેકાનેક સાવધ કાર્યોના આદેશનો ઉલ્લેખ કર્યો છે. વિવેકહીન માણસ કોઈ