________________
| શ્રુતસ્કંધ-૧અધ્યયન-૨
[
પ ]
અથવા પોતાના જીવનની રક્ષા માટે કૃત્રિમ–લોટ આદિથી બનાવેલ પ્રતિશીર્ષક(મસ્તક)ચંડી આદિ દેવીઓને ભેટ ચડાવો અથવા કોઈના મસ્તકની ભેટ ચડાવો, અનેક પ્રકારની ઔષધિઓ, મધ, માંસ, મિષ્ટાન, અન્નપાન, પુષ્પમાલા, ચંદનલેપન, ઉબટન, દીપક, સુગંધિત ધૂપ, પુષ્પો તથા ફળોથી પરિપૂર્ણ બકરા આદિ પશુઓના મસ્તકની વિધિસહિત બલિ આપો, વિવિધ પ્રકારની હિંસા કરીને અશુભ-સૂચક ઉત્પાત, પ્રકૃતિ-વિકાર, દુઃસ્વપ્ન, અપશુકન, ક્રૂર ગ્રહોનો પ્રકોપ, અમંગલ સૂચક અંગસ્કૂરણ–ભુજા આદિ અવયવોનું ફરકવું આદિના ફળને નષ્ટ કરવાને માટે પ્રાયશ્ચિત્ત કરો. અમુકની આજીવિકા નષ્ટ (સમાપ્ત) કરી ધો. કોઈને કોઈ પણ દાન ન આપો, તે મરી ગયો તે સારું થયું. તેને કાપી નાખવામાં આવ્યો તે ઠીક થયું. તેના ટુકડે-ટુકડા કરી દેવામાં આવ્યા તે સારું થયું.
આ રીતે કોઈના ન પૂછવા પર પણ આદેશ–ઉપદેશ અથવા કથન કરતાં મન, વચન, કાયાથી મિથ્યા આચરણ કરનાર, અકુશળ, અનાર્ય, મિથ્યામતોનું અનુસરણ કરનાર, મિથ્યા ભાષણ કરે છે. એવા મિથ્યાધર્મમાં નિરત, મિથ્યા કથાઓમાં રમણ કરતા લોકો અનેક પ્રકારે અસત્યનું સેવન કરી સંતોષનો અનુભવ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પણ અનેક હિંસક આદેશોનું જ કથન છે. લોકમાં અનેક પ્રકારની અંધશ્રદ્ધા પ્રચલિત છે. સુખને માટે યજ્ઞયાગ, શાંતિકર્મ, ધૂપ, દીપ, બલિદાન દેવું, અમુક નક્ષત્ર, કરણ યોગની વિશેષતા બતાવી સ્નાનાદિ કરવા, આવી વિધ-વિધ હિંસક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જ્ઞાનીજનો તેવા મિથ્યા આદેશ-ઉપદેશની પરિગણના મૃષાવાદમાં જ કરે છે. તેથી તથા પ્રકારના આદેશ વચન કે ઉપદેશ વચનનો ત્યાગ કરવો જોઈએ.
મૃષાવાદનું ભયાનક ફળ :१५ तस्स य अलियस्स फलविवागं अयाणमाणा वटुंति महब्भयं अविस्सामवेयणं दीहकालं बहुदुक्खसंकडं णरयतिरियजोणि । तेण य अलिएण समणुबद्धा आइद्धा पुणब्भवंधयारे भमंति भीमे दुग्गइवसहिमुवगया । ते य दीसंति इह दुग्गया दुरंता परवस्सा अत्थभोगपरिवज्जिया असुहिया फुडियच्छवि-बीभच्छ-विवण्णा, खरफरुसविरत्तज्झामझुसिरा, णिच्छाया,लल्लविफलवाया, असक्कयमसक्कया अगंधा अचेयणा दुभगा अकंता काकस्सरा हीणभिण्णघोसा विहिंसा जडबहिरंधयाय मम्मणा अंकतविकयकरणा,णीयाणीयजणणिसेविणो लोगगरहणिज्जा भिच्चा असरिसजणस्स पेस्सा दुम्मेहा लोय-वेय-अज्झप्पसमयसुइवज्जिया, णरा धम्म- बुद्धिवियला।
अलिएण यते पडज्झमाणा असंतएण य अवमाणणपिट्ठिमंसाहिक्खेव पिसुण