________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અન્યથા ક્યારેક સુખનો ભોક્તા અને ક્યારેક દુઃખનો ભોક્તા કેવી રીતે હોઈ શકે? જો એકાંત અપરિણામી હોય તો જે સુખી છે તે સદા સુખી રહેવો જોઈએ અને જે દુઃખી છે તે સદા દુઃખી રહેવો જોઈએ. આ અનિષ્ટાપત્તિને ટાળવાને માટે સાંખ્ય કહી શકે છે કે આત્મા પરમાર્થતઃ ભોક્તા નથી. બુદ્ધિ સુખ-દુઃખને ભોગવે છે અને તેના પ્રતિબિંબ માત્રથી આત્મા (પુરુષ) પોતે સુખ-દુઃખનો અનુભવ કરે છે. પરંતુ આ કથન સંગત નથી, કારણ કે બુદ્ધિ જડ પ્રકૃતિથી ઉત્પન્ન થવાના કારણે જડ છે અને જડને સુખ-દુઃખનો અનુભવ થઈ શકતો નથી. જે સ્વભાવથી જડ છે તે પુરુષના સંસર્ગથી પણ ચેતનાવાન થઈ શકતી નથી.
આત્માને ક્રિયા રહિત માનવો તે પ્રત્યક્ષથી બાધિત છે. તેમાં ગમનાગમન, જાણવું–જોવું–આદિ ક્રિયાઓ, સુખ-દુઃખ, હર્ષ-વિષાદ આદિની અનુભૂતિરૂપ ક્રિયાઓ પ્રત્યક્ષ જોઈ શકાય છે.
વસ્તુતઃ આત્મા ચેતન છે. દ્રવ્યથી નિત્ય-અપરિણામી હોવા છતાં પર્યાયથી કથંચિત્ અનિત્યપરિણામી છે. પોતાના શુભ અને અશુભ કર્મોનો કર્તા છે અને તેના ફળ સ્વરૂપ સુખ-દુઃખનો ભોક્તા છે માટે તે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિર્ગુણ થઈ શકતો નથી.
આ રીતે પ્રસ્તુત સૂત્રમાં જગતની ઉત્પત્તિ અને આત્મા સંબંધી મૃષાવાદનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચદચ્છાવાદી સ્વભાવવાદી અને નિયતિવાદી :
७ जं वि इह किंचि जीवलोए दीसइ सुकयं वा दुकयं वा एयं जदिच्छाए वा सहावेण वावि दइवतप्पभावओ वावि भवइ । णत्थेत्थ किंचि कयगं तत्तं लक्खणविहाणणियतीए कारियं, एवं केइ जंपंति । इड्डि-रस-सायागारवपरा बहवे करणालसा परूवेति धम्मवीमंसएणं मोसं । ભાવાર્થ :- આ લોકમાં જે કાંઈ સુકત યા દુષ્કત દષ્ટિગોચર થાય છે તે સર્વ યદચ્છાથી–સ્વભાવથી અથવા દૈવતપ્રભાવથી–વિવિધ પ્રભાવથી જ થાય છે. આ લોકમાં એવું કાંઈ નથી જે પુરૂષાર્થથી કરેલું તત્ત્વ(સત્ય) હોય. લક્ષણ(વસ્તુરૂપ)અને ભેદોની કર્ણી નિયતિ જ છે. કેટલાક ઋદ્ધિ, રસ અને શાતાના ગૌરવ(અહંકાર)થી લિપ્ત અથવા તેમાં અનુરક્ત બનેલા અને ક્રિયા કરવામાં આળસુ, ધર્મની મીમાંસા (વિચારણા) કરતાં આ પ્રમાણે મિથ્થારૂપ પ્રરૂપણા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકાંત યદચ્છાવાદી, સ્વભાવવાદી, દેવ અથવા દૈવતવાદી એવં નિયતિવાદીના મંતવ્યોનો ઉલ્લેખ કરીને તેને અસત્ય બતાવવામાં આવ્યું છે.
યદચ્છાવાદ:- યદચ્છાનું મંતવ્ય છે કે પ્રાણીઓને જે સુખ યા દુઃખ થાય છે તે સર્વ અચાનક(એકાએક) જ ઉપસ્થિત થઈ જાય છે. જેમ એક કાગડો આકાશમાં ઊડતાં-ઊડતાં અચાનક(એકાએક) કોઈ ઝાડા