________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
.
- ૫૭ |
નીચે પહોંચ્યો અને અકસ્મા(અચાનક) જ તાડનું ફળ તૂટીને પડ્યું અને કાગડો તેનાથી ઘાયલ થઈ ગયો. તેમાં કાગડાનું ઘાયલ થવાનું કે તાડફળનું ઘાયલ કરવાનું લક્ષ ન હતું. તેમ છતાં સર્વ કાંઈ અચાનક થઈ ગયું. આ પ્રમાણે જગતમાં જે ઘટનાઓ ઘટિત થાય છે, તે સર્વ ઈરાદા વિના જ ઘટિત થઈ જાય છે. બુદ્ધિપૂર્વક કાંઈપણ થતું નથી, માટે આપણે પ્રયત્ન અને પુરુષાર્થનું અભિમાન કરવું નકામું છે. સ્વભાવવાદઃ-પદાર્થનું સ્વતઃ જ અમુક રૂપમાં પરિણમન થવું સ્વભાવવાદ કહેવાય છે. સ્વભાવવાદીઓનું કથન છે– જગતમાં જે કાંઈ થાય છે તે સ્વભાવથી–પોતાની મેળે જ થઈ જાય છે. મનુષ્યના કરવાથી કાંઈપણ થતું નથી. કાંટામાં તીક્ષ્ણતા કોણ ઉત્પન્ન કરે છે? કોણ તેને અણીદાર બનાવે છે? પશુઓ અને પક્ષીઓના જે વિવિધ આકાર, રૂપ આદિ દષ્ટિગોચર થાય છે, તે બનાવનાર કોણ છે? વસ્તુતઃ આ બધુ સ્વભાવથી જ થાય છે. કાંટા સ્વભાવથી જ અણીદાર હોય છે અને પશુ-પક્ષીઓનાં વિવિધ રૂપ પણ સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. તેમાં કોઈની ઈચ્છા, પ્રયત્ન કે પુરુષાર્થ કામ આવતો નથી. આ પ્રકારે જગતના સમસ્ત કાર્યકલાપ સ્વભાવથી જ થઈ રહેલ છે. પુરુષાર્થને કોઈ સ્થાન નથી. લાખ પ્રયત્ન કરવા છતાં પણ કોઈ વસ્તુના સ્વભાવમાં જરા પણ પરિવર્તન થઈ શકતું નથી.
વિવિવાદ - જગતમાં કેટલાક લોકો એકાંત વિધિવાદ–ભાગ્યવાદનું સમર્થન કરે છે. તેનું કથન છે કે પ્રાણીઓને જે સુખ-દુઃખ થાય છે; જે હર્ષ-વિષાદના પ્રસંગે ઉપસ્થિત થાય છે તે ઈચ્છાથી કે સ્વભાવથી થતા નથી પરંતુ વિધિ, ભાગ્ય અથવા દૈવથી થાય છે. દેવની અનુકૂળતા હોય તો પુરુષાર્થ કર્યા વગર જ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે અને જ્યારે ભાગ્ય પ્રતિકૂળ થાય છે ત્યારે હજાર-હજાર પ્રયત્ન કરવા છતાં પ્રાપ્તિ થતી નથી. માટે સંસારમાં સુખ-દુઃખનો નિર્માતા ભાગ્ય જ છે. નિયતિવાદઃ- ભવિતવ્યતા અથવા હોનહારને નિયતિ કહેવાય છે. કેટલાક પ્રમાદી મનુષ્ય ભવિતવ્યતાના સહારે નિશ્ચિંત રહેવાનું કહે છે, તેનું કથન છે કે– અંતે આપણા વિચારવાથી અને કરવાથી શું થવાનું છે? જે થવાનું હોય તે થઈને જ રહે છે અને નથી થવાનું તે ક્યારે ય થતું નથી.
યદ્યપિ મૂળપાઠમાં પુરુષાર્થવાદનો નામ ઉલ્લેખ નથી. તોપણ અનેક લોકો એકાંત પુરુષાર્થવાદી છે. તેનો મત પણ મૃષાવાદની અંતર્ગત છે. કોઈ કાલવાદી પણ છે, ઉપલક્ષણથી અહિંયા તેનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. પરુષાર્થવાદ- એકાંત પુરુષાર્થવાદી સ્વભાવ, ભાગ્ય આદિનો નિષેધ કરી કેવળ પુરુષાર્થથી જ સર્વ પ્રકારની કાર્ય સિદ્ધિનો સ્વીકાર કરે છે. તેનું કથન છે કે લક્ષ્મી ઉદ્યોગી માણસને જ પ્રાપ્ત થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ ભાગ્યથી થાય છે એવું કહેનારા પુરુષ કાયર છે. માટે ભાગ્યને ઠોકર મારી પોતાની શક્તિ અનુસાર પુરુષાર્થ કરો.
કાલવાદ - એકાંત કાલવાદીઓનું કથન છે કે સ્વભાવતઃ નિયતિ, પુરુષાર્થ આદિ નહીં પરંતુ કાળથી જ કાર્યની સિદ્ધિ થાય છે. સર્વ કારણ વિદ્યમાન હોવા છતાં જ્યાં સુધી કાળ પાકતો નથી ત્યાં સુધી કાર્ય થતું નથી. અમુક સમય પછી જ ઘઉં, ચણા આદિ ધાન્યની ઉત્પત્તિ થાય છે. સમય થવા પર જ ઠંડી-ગરમી,