________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
.
૫૧ |
પ્રત્યક્ષાદિ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકે છે. જેમ કે હું સુખી છું, દુઃખી છું આ પ્રકારના કથનમાં આત્માની સિદ્ધિ થાય છે. આત્મા વિના જડ પદાર્થને સુખ કે દુઃખનો અનુભવ થતો નથી. અનુમાન– એક જ માતા-પિતાના બે સંતાનોમાં ભિન્નતા પ્રતીત થાય છે અને તે ભિન્નતામાં પૂર્વકૃત કર્મ જ કારણ છે. પૂર્વ જન્મના કર્મની સિદ્ધિ થતાં તે કર્મના કર્તા અને ભોક્તા આત્મતત્ત્વનું સહેજે અનુમાન કરી શકાય છે. આગમ'ને આય' જેવા આગમ વાક્યો આત્મ તત્ત્વને સિદ્ધ કરે છે. (૩) બૌદ્ધવાદ–સ્કંધવાદ - બૌદ્ધો આત્માને સ્વીકારે છે પરંતુ સર્વ જગત ક્ષણિક છે તેમ આત્માને પણ ક્ષણિક માને છે. ક્ષણે ક્ષણે પ્રત્યેક પદાર્થ નાશ પામે છે. પરંતુ તેની સંતાન પરંપરા નિરંતર ચાલુ છે. પ્રત્યેક ક્ષણ તેના જેવી જ અન્ય ક્ષણને ઉત્પન્ન કરીને નાશ પામે છે. તેથી આપણને જગત પ્રતીત થાય છે. બૌદ્ધો પાંચ પ્રકારના સ્કંધનો સ્વીકાર કરે છે– (૧) રૂપ (૨) વેદના (૩) વિજ્ઞાન (૪) સંજ્ઞા અને (૫) સંસ્કાર.
| (૧) રૂપ–પૃથ્વી-પાણી આદિ તથા તેના રૂપ-રસ આદિ. (૨) વેદના-સુખ-દુઃખ આદિનો અનુભવ. (૩) વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ રૂપ, રસ, ઘટ–પટ આદિનું જ્ઞાન. (૪) સંજ્ઞા-પ્રતીત થનારા પદાર્થોનું અભિધાન-નામ. (૫) સંસ્કાર–પુણ્યપાપ આદિ ધર્મસમુદાય.
બૌદ્ધદર્શન અનુસાર સમસ્ત જગત આ પાંચ સ્કંધોનો જ પ્રપંચ છે. તે સિવાય આત્માનું કોઈ અસ્તિત્વ નથી. આ પાંચ સ્કંધ ક્ષણિક છે.
બૌદ્ધોમાં ચાર પરંપરાઓ છે (૧) વૈભાષિક (૨) સૌત્રાંતિક (૩) યોગાચાર (૪) માધ્યમિક. વિભાષિકો સર્વ પદાર્થના અસ્તિત્વને સ્વીકારે છે પરંતુ સર્વ પદાર્થને ક્ષણિક માને છે. ક્ષણક્ષણમાં આત્માનો વિનાશ થતો રહે છે. તેની સંતાન પરંપરા નિરંતર ચાલુ રહે છે. આ સંતાન પરંપરાનો સર્વથા ઉચ્છેદ થઈ જવો તે મોક્ષ છે. સૌત્રાંતિક સંપ્રદાય અનુસાર જગતના પદાર્થોનું પ્રત્યક્ષ થતું નથી. તેને અનુમાન દ્વારા જ જાણી શકાય છે. યોગાચાર પદાર્થોને અસતુ માનીને ફક્ત જ્ઞાનની જ સત્તાનો સ્વીકાર કરે છે અને તે જ્ઞાન પણ ક્ષણિક છે. માધ્યમિક સંપ્રદાય આ સર્વથી આગળ વધી જ્ઞાનની સત્તા પણ માનતા નથી, તે શૂન્યવાદી છે. ન જ્ઞાન છે, ન જોય છે. શુન્યવાદ અનુસાર વસ્તુ સતુ નથી, અસતું પણ નથી, સત્—અસત્ પણ નથી, સતાસતું પણ નથી. તત્ત્વ આ ચારે કોટિઓથી વિમુક્ત છે.
વાયુજીવવાદ-વાયુ-પ્રાણવાયુનો જ જીવ રૂપે સ્વીકાર કરે છે. તેમનું કથન છે કે જ્યાં સુધી શ્વાસોચ્છવાસ ચાલુ રહે છે, ત્યાં સુધી જીવન છે અને શ્વાસોચ્છવાસનો અંત થવો તે જ જીવનનો અંત થઈ જવો છે. ત્યાર પછી પરલોકમાં જનાર કોઈ જીવાત્મા નથી. વિચાર કરતાં ઉપરોક્ત માન્યતાઓ સંગત જણાતી નથી. અસદ્ભાવવાદીનો મત :[५ इमं वि बितियं कुदंसणं असब्भाववाइणो पण्णवेति मूढा-संभूओ अंडगाओ