________________
[ પર |
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
लोगो । संयभुणा सयं य णिम्मिओ । एवं एयं अलियं पयंपंति । ભાવાર્થ :- (વામલોકવાદી નાસ્તિકો સિવાય) કોઈ-કોઈ અસદ્ભાવવાદી-મિથ્યાવાદી, મૂઢજન, કુદર્શન–મિથ્યામતવાળા આ પ્રકારે કહે છે– આ લોક ઈંડાથી પ્રગટ થયો છે. આ લોકનું નિર્માણ સ્વયં સ્વયંભૂએ કર્યું છે. આ પ્રકારે તે મિથ્યા કથન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૃષ્ટિની ઉત્પત્તિ વિષયક બે માન્યતાનો ઉલ્લેખ કર્યો છે.
અંડ સૃષ્ટિના મુખ્ય બે પ્રકાર છે, એક પ્રકાર છાંદોગ્યોપનિષદમાં નિરૂપિત છે અને બીજો મનુસ્મૃતિમાં છે. (૧) છાન્દોગ્યોપનિષદ અનુસાર સૃષ્ટિ પહેલા પ્રલયકાળમાં આ જગત અસત્ અર્થાત્ અવ્યક્ત હતું. તે પછી તે સત્ અર્થાત્ નામરૂપ કાર્યની તરફ અભિમુખ થયું. ત્યાર પછી તે અંકુરિત બીજની સમાન સ્થળ બન્યું. આગળ જતાં આ જગત ઈડાના રૂપમાં બની ગયું. એક વર્ષ સુધી તે ઈડાના રૂપમાં બની રહયું, એક વર્ષ પછી તે ઈડું ફૂટયું. ઈડાના ટુકડામાંથી એક ચાંદીનો અને બીજો સોનાનો બન્યો. જે ટુકડો ચાંદીનો હતો તેનાથી આ પૃથ્વી બની અને સોનાના ટુકડામાંથી ઉર્ધ્વલોક સ્વર્ગ બન્યું. ગર્ભનો જે જરાય–વેસ્ટન હતો, તેનાથી પર્વત બન્યો અને જે સૂક્ષ્મ વેસ્ટન હતું તે મેઘ અને તુષારના રૂપમાં પરિણત થઈ ગયું. તેની ધમનીઓ નદીઓ બની ગઈ. જે પ્રવાહી હતું તે સમુદ્ર બની ગયો. ઈડાની અંદરથી જે ગર્ભરૂપમાં ઉત્પન્ન થયો તે આદિત્ય બન્યો. (૨) મનુસ્મૃતિ અનુસાર પહેલા આ જગત અંધકાર રૂપ હતું. તે તર્ક અને વિચારથી અતીત અને સંપૂર્ણરૂપથી અજ્ઞાત હતું.
ત્યારે અવ્યક્ત રહેલા ભગવાન સ્વયંભૂ પાંચ મહાભૂતોને પ્રગટ કરતા સ્વયં પ્રગટ થયા. અતિન્દ્રિય, સૂક્ષ્મ, સનાતન, અવ્યકત, અંતરયામી અને અચિન્ય પરમાત્મા છે તે સ્વયં આ પ્રમાણે પ્રગટ થયા.
તેણે ધ્યાન કરીને પોતાના શરીરમાંથી અનેક પ્રકારના જીવોને બનાવવાની ઈચ્છાથી સર્વ પ્રથમ પાણીનું નિર્માણ કર્યું અને તેમાં બીજ નાખી દીધું.
તે બીજ સૂર્યની સમાન પ્રતિભાસંપન્ન સુવર્ણમય ઈડું બની ગયું. તેમાંથી સર્વ લોકના પિતામહ બ્રહ્મા સ્વયં પ્રગટ થયા.
એક વર્ષ સુધી આ ઈડામાં રહીને ભગવાને સ્વયં જ પોતાના ધ્યાનથી તે ઈડાના બે ટુકડા કર્યા. આ બે ટુકડાથી તેણે સ્વર્ગ અને પૃથ્વીનું નિર્માણ કર્યુ. મધ્યભાગથી આકાશ, આઠ દિશાઓ અને જલનું શાશ્વત સ્થાન નિર્માણ કર્યુ. આ ક્રમ અનુસાર પહેલા ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા અને જગતને બનાવવાની ઈચ્છાથી પોતાના શરીરથી પાણી ઉત્પન્ન કર્યું. પછી તેમાં બીજ નાંખવાથી તે ઈંડા આકારનું થઈ ગયું.