________________
| ધન્યકુમાર
૪ ૫
|
પછી હું પૂર્વાનુક્રમથી ચાલતાં ચાલતાં એક ગામથી બીજા ગામમાં વિહાર કરતાં કરતાં જ્યાં કાકંદી નગરી હતી અને જ્યાં સહસામ્રવન ઉદ્યાન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને સાધુજનોને યોગ્ય સ્થાનની યાચના કરી. સંયમ તપથી આત્માને ભાવિત કરતો રહ્યો હતો, પરિષદ નીકળી યાવતુ ધન્યકુમાર પ્રવ્રજિત થયા વાવ તે સર્પના દરમાં પ્રવેશ કરવાની જેમ અનાસક્ત ભાવે આહાર કરે છે. ધન્ય અણગારના પગથી લઈ મસ્તક સુધી સંપૂર્ણ શરીરનું વર્ણન પૂર્વવતુ ભગવાને રાજા શ્રેણિકને કહી સંભળાવ્યું યાવત તે તપના પ્રખર તેજથી અત્યંત સુશોભિત થઈ રહ્યા છે.
હે શ્રેણિક ! આ દૃષ્ટિથી હું કહું છું કે આ ઈન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર મહાદુષ્કરકારક છે અને મહાનિર્જરા કારક છે.
રાજા શ્રેણિક દ્વારા ધન્યમુનિની સ્તુતિ :| २७ तए णं से सेणिए राया समणस्स भगवओ महावीरस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ट तुढे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता, वंदइ णमंसइ वदित्ता णमसित्ता जेणेव धण्णे अणगारे तेणेव उवागच्छइ उवागच्छित्ता धण्णं अणगारं तिक्खुत्तो आयाहिणं पायाहिणं करेइ करित्ता वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता एवं वयासी
धण्णे सि णं तुम देवाणुप्पिया ! सुपुण्णे सि णं तुम देवाणुप्पिया, सुकयत्थे सिणं तुमं देवाणुप्पिया, कयलक्खणे सिणं तुम देवाणुप्पिया, सुलद्धे णं देवाणुप्पिया तव माणुस्सए जम्मजीवियफले त्ति कटु वंदइ णमंसइ, वंदित्ता णमसित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छित्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ करेत्ता वंदइ णमंसइ वदित्ता णमसित्ता जामेव दिसं पाउब्भूए, तामेव दिसं पडिगए।
ભાવાર્થ : ત્યાર પછી શ્રેણિક રાજાએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ અર્થને સાંભળી, તેના પર વિચાર કરી, હર્ષિત અને સંતુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ આવર્તન-પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને જ્યાં ધન્ય અણગાર હતા ત્યાં આવ્યા, આવીને ધન્ય અણગારને ત્રણ આવર્તન સાથે વંદન-નમસ્કાર કર્યા, વંદન – નમસ્કાર કરી તે આ પ્રમાણે કહેવા લાગ્યા
હે દેવાનુપ્રિય! આપ ધન્ય છો, આપ પુણ્યશાળી છો, આપ કૃતાર્થ છો, આપ સુકૃતલક્ષણ છો ! હે દેવાનુપ્રિય! તમે મનુષ્યજન્મ અને મનુષ્ય જીવનને સફળ કર્યું છે.