________________
| ४४ ।
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
धण्णे अणगारे महादुक्करकारए चेव महाणिज्जरतराए चेव ।
ભાવાર્થ : તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલક ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક નામના રાજા હતા. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ નીકળી. રાજા શ્રેણિક પણ નીકળ્યા. પ્રભુએ ધર્મકથા કહી. પરિષદ પાછી ચાલી ગઈ. ત્યાર પછી શ્રેણિક રાજાએ શ્રમણ ભગવાન મહાવીરના સાનિધ્યમાં ધર્મ સાંભળી, વિચાર કરી ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભંતે! આપના આ ઈન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં કયા અણગાર મહાદુષ્કરકારક છે અને મહાનિર્જરાકારક છે?
ભગવાને ઉત્તર આપ્યો- હે શ્રેણિક! આ ઈન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર મહાદુષ્કરકારક છે અને મહાનિર્જરાકારક છે. પ્રભુના શ્રીમુખે ધન્ય અણગારની પ્રશંસા :| २६ से केणटेणं भंते ! एवं वुच्चइ- इमासिं इंदभूइ पामोक्खाणं चोद्दसण्हं समणसाहस्सीणं धण्णे अणगारे महादुक्करकारए चेव महाणिज्जरतराए चेव ?
एवं खलु सेणिया ! तेणं कालेणं तेणं समएणं काकंदी णामंणयरी जाव से धण्णे अणगारे उप्पि पासायवरगए जाव पच्चणुभवमाणे विहरइ ।
तए णं अहं अण्णया कयाई पुव्वाणुपुव्वीए चरमाणे गामाणुगाम दूइज्जमाणे जेणेव काकंदी णयरी जेणेव सहसंबवणे उज्जाणे तेणेव उवागए । उवागमित्ता अहापडिरूवं उग्गहं उग्गिण्हामि संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरामि । परिसा णिग्गया, तहेव जाव पव्वइए जाव बिलमिव पण्णग भूएणं अप्पाणेणं आहारं आहारेइ । धण्णस्स णं अणगारस्स पादाणं आढत्तं सरीरवण्णओ सव्वो उच्चारेयव्वो जाव तव तेय सिरीए अईव अईव उवसोभेमाणे उवसोभेमाणे चिट्ठइ ।
से तेणटेणं सेणिया ! एवं वुच्चइ इमासिं चउद्दसण्हं समणसाहस्सीणं धण्णे अणगारे महादुक्करकारए महाणिज्जरतराए चेव ।
ભાવાર્થ : શ્રેણિક રાજાએ પૂછયું, હે ભંતે ! આપે કઈ દષ્ટિથી કહ્યું કે આ ઈન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર જ મહાદુષ્કર કારક છે, મહાનિર્જરાકારક છે?
હે શ્રેણિક! તે કાળે અને તે સમયે કાકંદી નામની નગરી હતી યાવતું ત્યાં શ્રેષ્ઠ મહેલોમાં ઉપરના માળે ધન્યકુમાર માનુષિક સુખોમાં લીન હતા.