________________
ધન્યકુમાર
તો પણ તે રાખના ઢગલાથી ઢાંકેલી આગની સમાન અંદર ને અંદર જ આત્મતેજથી પ્રદીપ્ત બની રહ્યા હતા. તે ધન્ય અણગાર તપના તેજથી અને તપ તેજની શોભા—આભાથી અત્યંત સુશોભિત થઈ રહ્યા હતા.
વિવેચન :
૪૩
અહીં એક જ સૂત્રમાં સૂત્રકારે પ્રકારાંતરથી ધન્ય અણગારના સર્વ અવયવોનું વર્ણન કર્યું છે. ધન્ય અણગારનાં પગ, જંઘા અને ઊરુ માંસ આદિના અભાવથી અત્યંત સુકાઈ ગયાં હતાં અને હંમેશાં ભૂખ્યા રહેવાને કારણે બિલકુલ રૂક્ષ થઈ ગયાં હતાં. તેમાં નામ માત્રની ચરબી શેષ રહી ન હતી. તેમનું પેટ બિલકુલ સુકાઈ ગયું હતું અને પાંસળી એક—એક અલગ-અલગ ગણી શકાતી હતી. પીઠની પણ આ જ દશા હતી. તે પણ દોરામાં પરોવેલી રૂદ્રાક્ષની માળાના મણકાની સમાન કરોડના મણકા અલગ અલગ ગણી શકાતા હતા. ઉરનો પ્રદેશ એવો દેખાતો હતો જાણે ગંગાના તરંગો હોય. ભૂજાઓ સુકાઈને સુકાયેલા સર્પની સમાન થઈ ગઈ હતી. હાથ ઘોડાની ઢીલી લગામની સમાન લટકી ગયા હતા. મસ્તકની સ્થિરતા પણ ચાલી ગઈ હતી. અતિ ઉગ્ર તપના કારણે જે મુખ પહેલાં ખીલેલા કમળ સમાન શોભાયમાન હતું, તે હવે કરમાઈ ગયું હતું. હોઠ સુકાઈ જવાથી વિકૃત થઈ ગયા હતા. તેની બન્ને આંખો અંદર ચાલી ગઈ હતી તેથી તેમનું મુખ ફૂટેલા ઘડાના મોઢા સમાન વિકરાળ દેખાતું હતું. શારીરિક બળ બિલકુલ ક્ષીણ થઈ ગયું હતું. તે ફક્ત આત્માની જ શક્તિથી ચાલતા હતા અને ઊભા રહેતા હતા. આ રીતે સર્વથા દુર્બળ હોવાને કારણે તેના શરીરની એ દશા થઈ ગઈ હતી કે ભાષણ કરવામાં પણ તેને અત્યંત શ્રમ પડતો હતો, થાક લાગતો હતો. અત્યંત કષ્ટની સાથે તે કંઈ પણ કહેતા હતા. શરીર એટલું ખખડી ગયું હતું કે જ્યારે તે ચાલતાં ત્યારે હાડકાંઓ પરસ્પર અથડાવાના કારણે કોલસાની ભરેલી ગાડીની જેમ અવાજ આવતો હતો. તેનો આત્મા તપના તેજ અને કાંતિથી તથા અલૌકિક સુંદરતાથી શોભી રહ્યો હતો. તેઓ આત્મિક તેજથી દેદીપ્યમાન હતા.
રાજા શ્રેણિકની જિજ્ઞાસા અને સમાધાન :
२५ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसिलए चेइए, सेणिए राया । तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसढे । पर णिग्गया । धम्मकहा। परिसा पडिगया । तए णं से सेणिए राया समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा णिसम्म समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
इमासि णं भंते! इंदभूइ पामोक्खाणं चोद्दसण्हं समणसाहस्सीणं कयरे अणगारे महादुक्करकारए चेव महाणिज्जरतराए चेव ?
एवं खलु सेणिया ! इमासिं इंदभूइ पामोक्खाणं चोद्दसण्हं समणसाहस्सीणं