________________
૪૬
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
આ પ્રમાણે કહીને તેણે ધન્ય અણગારને ફરી વંદન, નમસ્કાર કર્યા અને વંદન, નમસ્કાર કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં ગયા, જઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન તથા નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશા તરફ ચાલ્યા ગયા.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રમાં પ્રભુ મહાવીર અને રાજા શ્રેણિક દ્વારા ધન્ય અણગારની પ્રશંસા થઈ છે. ઉચ્ચ કોટિના સાધકની સાધના કેવી હોય? અને કેવી સાધના હોય ત્યારે તે અન્યને માટે પ્રેરણાપ્રદ બને છે તે ધન્ય અણગારની સાધનાથી સ્પષ્ટ થાય છે.
સમ્યકતપ અનંત કર્મની નિર્જરાનું પ્રધાન સાધન છે. અનંત તીર્થકરોએ તેમજ અન્ય સર્વ સાધકોએ તપનો માર્ગ અપનાવ્યો છે. સંસારના સર્વ ભૌતિક ભાવોને છોડ્યા પછી સંયમ માર્ગને પરિપક્વ બનાવવા માટે તપ સાધના અનિવાર્ય છે. ધન્ય અણગારે દેહ પરની આસક્તિનો સર્વથા ત્યાગ કર્યો, ઉગ્ર તપની આરાધના કરી, તેથી તેનું શરીર અત્યંત કૃશ થઈ ગયું. તેમ છતાં તેની આત્મશક્તિ ઉત્તરોત્તર વધતી ગઈ હતી. શરીરની શક્તિ કરતા આત્મશક્તિ અનંતગુણી છે, ઉત્સાહ સાથે તપ સંયમની સાધના કરે ત્યારે જ તેનો અનુભવ થાય છે. તે ઉપરાંત અહીં ઉલ્લેખનીય છે કે ગુણીજનોના ગુણાનુવાદ નિઃસંકોચપણે કરવા જ જોઈએ. તેમજ ગુણવાન વ્યક્તિને ધન્યવાદ, સાધુવાદ આપી તેનો ઉત્સાહ વધારવો જોઈએ અને તેની અનુમોદના કરવી જોઈએ. સાક્ષાત્ તીર્થકરે પોતાના જ શિષ્યના ઉગ્ર તપની, ઉત્કૃષ્ટ સંયમની અને અનાસક્ત ભાવની સ્વમુખે પ્રશંસા કરી. તે પ્રસંગ સાધકોને માટે પ્રેરક છે. ધન્યમુનિ યથાર્થનામાં તથા ગુણા સિદ્ધ થયા અર્થાત્ ધન્યતાને પ્રાપ્ત થયા. સાક્ષાત્ તીર્થકર દેવ સ્વમુખેથી જેની પ્રશંસા કરે તેનાથી અધિક ધન્યતા શી હોઈ શકે? સંક્ષેપમાં કહીએ તો ધન્યમુનિએ તપ-સંયમની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરીને મનુષ્ય જન્મને ધન્ય અને સફળ બનાવ્યો.
ધન્યમુનિની અંતિમ આરાધના અને સર્વાર્થસિદ્ધ ગમન :| २८ तए णं तस्स धण्णस्स अणगारस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था
एवं खलु अहं इमेणं उरालेणं तवोकम्मेणं किसे धमणिसंतए जाए एवं जहा खंदओ तहेव चिंता । आपुच्छणं । थेरेहिं सद्धिं विउलं पव्वयं दुरूहइ । मासिया संलेहणा । णवमासा परियाओ जाव कालेमासे कालं किच्चा उड्ढे चंदिम सूर-गहगण-णक्खत्त-तारारूवाणं जाव णवगेवेज्जे विमाण पत्थडे उड्डे दूरं वीईवइत्ता सव्वट्ठसिद्धे विमाणे देवत्ताए उववण्णे ।
थेरा तहेव ओयरंति जाव इमे से आयारभंडए ।