________________
| ધન્યકુમાર,
चिट्ठइ, एवामेव धण्णस्स अणगारस्स ऊरू सुक्का लुक्खा णिम्मसा अट्ठिचम्मछिरत्ताए पण्णायंति, णो चेव णं मंस सोणियत्ताए । ભાવાર્થ : ધન્ય અણગારની જંઘાઓ(પિંડીઓ)નું તપોજનિત રૂપ, લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું– જેમ કાક પક્ષી, કંક પક્ષી અને ઢેણિક પક્ષીની જંઘા હોય તેમ ધન્ય અણગારની જંઘા સૂકાઈ ગઈ હતી, રૂક્ષ થઈ ગઈ હતી, નિર્માસ થઈ ગઈ હતી. તેમાં હાડકાં, ચામડાં અને નાડીઓ જ દેખાતાં હતાં, માંસ અને લોહી તેમાં દેખાતાં ન હતા.
ધન્ય અણગારના જાનું(ઘૂંટણો)નું તપોજન્ય રૂપ, લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું- જેમ કાલી નામની વનસ્પતિની પર્વ સંધિ, મયૂર પક્ષી તથા ઢેણિક પક્ષીની પર્વ સંધી હોય તેમ ધન્ય અણગારના ઘૂંટણ સુકાઈ ગયા હતા, રૂક્ષ થઈ ગયા હતા, નિર્માસ થઈ ગયા હતા. તેમાં હાડકાં, ચામડાં અને શિરાઓ જ દેખાતાં હતાં, માંસ અને લોહી તેમાં દેખાતાં ન હતા.
ધન્ય અણગારના ઊરુઓ-સાથળોનું તપોજન્ય રૂ૫, લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું જેમ બોર, શલ્યકી તથા શાલ્મલિ વૃક્ષોની કોમળ કૂંપળ કાપીને તડકામાં નાખવાથી સુકાઈ ગઈ હોય, કરમાઈ ગઈ હોય, તેમ ધન્ય અણગારના ઊરુ પણ સુકાઈ ગયા હતા, કરમાઈ ગયા હતા. તેમાં હાડકાં, ચામડાં અને શિરાઓ જ જોવાતાં હતાં. માંસ અને લોહી તેમાં દેખાતાં નહોતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધન્ય અણગારની જંઘા, ઘૂંટણ અને ઊરુઓનું વર્ણન કર્યું છે. તીવ્રતર તપના પ્રભાવથી ધન્ય અણગારની જંઘાઓ, ઘૂંટણો અને સાથળો માંસ અને લોહીના અભાવના કારણે કાકજંઘા નામની વનસ્પતિ જે સ્વભાવથી જ સુકાયેલી હોય છે તેવા પ્રતીત થતાં હતાં. કહેવાનું તાત્પર્ય એ છે કે ધન્ય અણગાર કર્મ નિર્જરાના હેતુથી તપશ્ચર્યામાં એ પ્રકારે તન્મય થઈ ગયા હતા કે પોતાના શરીરથી પણ નિરપેક્ષ થઈ ગયા. તેને શરીરનો મોહ લેશમાત્ર પણ રહ્યો ન હતો. તેમણે કઠોરમાં કઠોર તપ અંગીકાર કર્યું તેથી તેનાં અંગોપાંગમાં સર્વત્ર ફક્ત હાડકાં, ચામડાં અને નસોની જાળ જ જોવામાં આવતી હતી. શરીરધારી હોવા છતાં પણ તે અશરીરી બની જવા સમર્થ થઈ ગયા હતા.
કમ્મર, ઉદર અને પાંસળીઓ આદિ :| २० धण्णस्स णं अणगारस्स कडिपत्तस्स इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहाणामए उट्टपादे इ वा जरग्गवपाए इ वा, महिसपाए इ वा एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स उयरभायणस्स इमेयारूवे तव रूव लावण्णे होत्था- से जहाणामए सुक्क दिए(दीविए) इ वा, भज्जणय कभल्ले इ वा