________________
[ ૩૬]
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર कट्ठकोलंबए इ वा एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स पासुलिय-कडयाणं इमेयारूवे तवरूव लावण्णे होत्था- से जहाणामए थासयावली इ वा, पाणावली इ वा, मुंडावली इ वा एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स पिट्ठि-करंडयाणं इमेयारूवे तवरूव लावण्णे होत्था- से जहा णामए कण्णावली इ वा गोलावली इ वा वट्टयावली इ वा एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स उरकडयस्स इमेयारूवे तवरूव लावण्णे होत्थासे जहा णामए चित्तकट्टरे इ वा वीयणपत्ते इ वा तालियंटपत्ते इ वा एवामेव जाव णो चेव णं मंस सोणियत्ताए । ભાવાર્થ : ધન્ય અણગારની કમ્મરનું તપશ્ચર્યાજનિત રૂપ–લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું જેમ રીતે ઊંટના પગ, વૃદ્ધ બળદના પગ અને વૃદ્ધ ભેંસના પગ હોય તેમ યાવત માંસ અને લોહી તેમની કમ્મરમાં રહ્યાં ન હતા.
ધન્ય અણગારના તાજનિત પેટનું લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું– જેમ સુકાયેલી મશક હોય, ચણા આદિ મુંજવાની લોઢી હોય, લોટ બાંધવાની કથરોટ હોય, તેમ યાવતુ ધન્ય અણગારના પેટમાં માંસ અને લોહી રહ્યાં ન હતા.
ધન્ય અણગારની પાંસળીઓનું તપશ્ચર્યાના કારણે લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતું જેમ રકાબીઓની પંક્તિ હાથની (હાથના પંજાઓની) પંક્તિ, વિશેષ પ્રકારની ખૂંટોની પંક્તિઓ ગણી શકાય છે તેમ તેની પાંસળીઓ ગણી શકાતી હતી. તેવી જ રીતે યાવત માંસ અને લોહી તેમની પાંસળીઓમાં દેખાતાં ન હતા.
ધન્ય અણગારના પૃષ્ઠ પ્રદેશ- કરોડરજ્જુના ઉપરના ભાગનું સ્વરૂપ એવું થઈ ગયું હતું - જેમ મુગટની કિનારીઓનો ભાગ પરસ્પર ચોટાડેલા ગોળ અને ચપટા પત્થરોની પંક્તિ અથવા લાખના બનાવેલા બાળકોને રમવાના લખોટાની પંક્તિ હોય. તેમ યાવતુ ધન્ય અણગારનો કરોડરજ્જુમાં માંસ અને લોહી દેખાતાં નહોતા.
ધન્ય અણગારના વક્ષ:સ્થળ અર્થાત્ છાતીનું તપોજન્ય રૂ૫ લાવણ્ય આ પ્રકારનું થઈ ગયું હતુંજેમ વાંસની ટોપલીનો નીચેનો ભાગ, વાંસની ખપાટનો પંખો અથવા તાડપત્રનો પંખો હોય, તેમ જ યાત ધન્ય અણગારની છાતી એકદમ કુશ, માંસ અને લોહીથી રહિત થઈ ગઈ હતી.