________________
ધન્યકુમાર
૩ ૩
|
ધન્ય અણગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. પછી તે સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. ત્યારે તે ધન્ય અણગાર મહાન, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, શ્રીસંપન્ન, ઉત્તમ ઉત્તરોત્તર વૃદ્ધિ યુક્ત ઉદાત્ત–ઉજ્જવળ ઉત્તમ, ઉદાર અને મહાન પ્રભાવશાળી તપથી સુકાઈ ગયા, રૂક્ષ થઈ ગયા, માંસ રહિત થઈ ગયા. તેના શરીરનાં હાડકાં દેખાવા લાગ્યાં અને ચામડી લબડવા માંડી. ચાલતા સમયે હાડકાંનો અવાજ સંભળાવા લાગ્યો. તે કુશ-દુર્બળ બની ગયા. તેમની નસો દેખાવા લાગી. તે પોતાના આત્મબળથી જ ચાલતા, ફરતા અને ઊભા રહેતા હતા. તે એટલા દુર્બળ બની ગયા કે બોલતી વેળાએ પણ તેને થાક લાગી જતો હતો. ભાષા બોલતા પહેલાં ભાષા બોલીશ' એવો વિચાર કરવા માત્રથી જ ખેદ પામતા હતા. જેમ સૂકી લાકડી ભરેલી ગાડી, એરંડાની લાકડી ભરેલી ગાડી, કોલસાથી ભરેલી ગાડી, આ સર્વ ગાડીઓ તડકામાં સારી રીતે સુકાવીને જ્યારે ચાલે છે ત્યારે ખડ ખડ અવાજ કરતી ચાલે છે અને અવાજ કરતી ઊભી રહે છે. તેમ ધન્ય અણગાર ચાલતા હતા ત્યારે તેનાં હાડકાં ખડ ખડ અવાજ કરતા, ઊભા રહેતા તો પણ ખડ ખડ અવાજ કરતા. જો કે તે શરીરથી દુર્બળ બની ગયા હતા, જાણે હાડચામથી મઢેલા નસો જાળવાળું હાડપિંજર જ હોય, તેમ લાગતું હતું. પણ તપથી પુષ્ટ હતા. તેનું માંસ અને લોહી સૂકાઈ ગયું હતું. રાખના ઢગલામાં દાબેલા અગ્નિની જેમ તેઓ તપ તેજથી અત્યંત શોભતા હતા.
વિવેચન :
સંપૂર્ણ વિષય સુગમતાથી જ જાણી શકાય છે. ઉલ્લેખનીય ફક્ત એટલું જ છે કે તપ અને સંયમની કસોટી પર ચડીને ધન્ય અણગારનું શરીર અવશ્ય કુશ બની ગયું હતું પરંતુ તેનાથી તેનો આત્મા અલૌકિક બળવાન બની ગયો હતો અને પ્રતિદિન વધતું જતું મુખનું તેજ ઢાંકેલી અગ્નિની સમાન દેદીપ્યમાન બની રહ્યું હતું.
ધન્ય મુનિના પગ અને આંગળીઓની કૃશતા :१८ धण्णस्स णं अणगारस्स पायाणं अयमेयारूवे तवरूवलावण्णे होत्थासे जहाणामए सुक्कछल्ली इ वा कट्ठपाउया इ वा जरग्ग ओवाहणा इ वा, एवामेव धण्णस्स अणगारस्स पाया सुक्का लुक्खा णिम्मंसा अट्ठिचम्मछिरत्ताए पण्णायंति, णो चेव णं मंससोणियत्ताए ।
धण्णस्स णं अणगारस्स पायंगुलियाणं अयमेयारूवे तवरूवलावण्णे होत्था- से जहाणामए कलसंगलिया इ वा मुग्गसंगलिया इ वा माससंगलिया इ वा, तरुणिया छिण्णा, उण्हे दिण्णा, सुक्का समाणी मिलायमाणी चिट्ठइ, एवामेव धण्णस्स पायंगुलियाओ सुक्काओ लुक्खाओ णिम्मंसाओ