________________
| ધન્યકુમાર,
|
૩ ૧
|
तए णं से धण्णे अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे बिलमिव पण्णगभूएणं अप्पाणेणं आहारं आहारेइ आहारित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
ભાવાર્થ : શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને ધન્ય અણગાર ભગવાન પાસેથી સહસામ્ર- વનમાંથી નીકળ્યા, નીકળીને શીઘ્રતા રહિત, ચપળતા રહિત અને આકુળતા તથા ઉત્સુકતા રહિત, ધૂસર પ્રમાણ ભૂમિને જોતાં, ઈસમિતિપૂર્વક કાકંદી નગરીમાં ગયા. ત્યાં ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ફરતાં આયંબિલને યોગ્ય આહાર જ ધન્ય અણગારે ગ્રહણ કર્યો. સરસ આહાર ગ્રહણ કરવાની આકાંક્ષા કરી નહીં થાવત્ કોઈ ઈચ્છે નહીં એવો ઉજ્જિત ધર્મ આહાર ગ્રહણ કર્યો.
ત્યાર પછી ધન્ય અણગારને સુવિહિત, ઉત્કૃષ્ટ પ્રયત્નવાળી, ગુરુજનો દ્વારા અનુજ્ઞાત અને પૂર્ણતયા સ્વીકૃત એષણાથી ગવેષણા કરતાં ક્યારેક ભોજન પ્રાપ્ત થયું તો પાણી પ્રાપ્ત થયું નહીં અને ક્યારેક પાણી પ્રાપ્ત થયું તો ભોજન પ્રાપ્ત થયું નહીં.
(આવી અવસ્થામાં પણ)ધન્ય અણગાર અદીન, અવિમાન અર્થાત્ પ્રસન્ન ચિત્તે, કષાયમુક્ત વિષાદરહિત અપરિશ્રાન્તયોગી અર્થાત્ નિરંતર સમાધિ ભાવે યથાયોગ્ય સામુદાનિક ભિક્ષાજ્ઞને ગ્રહણ કરી કાકંદી નગરીની બહાર નીકળ્યા, ભગવાનની પાસે આવ્યા. શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થઈ ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, એષણા સંબંધી લાગેલા દોષોની આલોચના કરી, ગોચરીમાં લાવેલાં આહાર-પાણી બતાવ્યાં.
ત્યાર પછી ધન્ય અણગારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈ અમૂછિત, આસક્તિ રહિત, ભોજનમાં રાગ રહિત અનાસક્ત ભાવથી આહાર કર્યો. જે રીતે સર્પ બિલમાં (દરમાં) પ્રવેશ કરતી વેળાએ બીજા કોઈ લક્ષ્ય વિના કેવળ પ્રવેશ કરવાનો જ લક્ષ્ય રાખે છે તેમ ધન્ય અણગારે આહાર કરવાના લક્ષ્ય માત્રથી જ અને સ્વાદની આસક્તિથી રહિત થઈને આહાર કર્યો. આહાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
વિવેચન :
અહીં સૂત્રકારે ધન્ય અણગારની દઢ પ્રતિજ્ઞાનું વર્ણન કર્યું છે. સ્વાધ્યાય અને ધ્યાન, સંયમ અને તપ; તે જ સાધક જીવનનાં મુખ્ય અંગ છે. ધન્ય અણગારે સ્વાધ્યાય અને ધ્યાનમાં વિશેષ તલ્લીન બનવા માટે દઢ પ્રતિજ્ઞા કરી. જીવનપર્યત છઠ્ઠનાં પારણે છઠ્ઠ અને પારણામાં આયંબિલ કરવી. આયંબિલમાં ઉર્જિતધર્મા આહાર જ ગ્રહણ કરવો. આ પ્રતિજ્ઞાનું તેમણે વૈરાગ્યભાવે પાલન કર્યું.
નિમિવ પUTTPM :- આ સૂત્રમાં સાધકની આહાર કરવાની રીત પ્રદર્શિત કરી છે– જેમ સર્ષ બીજા કોઈ લક્ષ્ય વિના માત્ર પોતાની દેહ રક્ષા માટે જ દરમાં પ્રવેશ કરે છે તેમ સાધક પણ રસાસ્વાદ