________________
| ધન્યકુમાર
૨૩ |
ઘસનારી દાસીઓ, બત્રીસ તાંબૂલચૂર્ણ પીસનારી, બત્રીસ ક્રીડા કરાવનારી, બત્રીસ પરિહાસ કરાવનારી, બત્રીસ સભામાં પાસે રહેનારી, બત્રીસ નાટક કરાવનારી, બત્રીસ સાથે જનારી, બત્રીસ રસોઈ બનાવનારી, બત્રીસ ભંડારની રક્ષા કરનારી, બત્રીસ ધ્વજા રાખનારી, બત્રીસ પુષ્પ ધારણ કરનારી માલણ, બત્રીસ હસ્ત ધારણ કરનારી, બત્રીસ બલિ કરનારી, બત્રીસ પથારી પાથરનારી, બત્રીસ આવ્યંતર અને બત્રીસ બાહ્ય પ્રતિહારિકા-દાસીઓ, બત્રીસ માળા બનાવનારી, બત્રીસ પ્રેષ્ય કર્મ કરનારી અથવા પીસવાનું કામ કરનારી દાસીઓ આપી. તે સિવાય વિપુલ ચાંદી, સોનું, કાણું, વસ્ત્ર તથા વિપુલ ધન, કનક કાવત્ સારભૂત ધન આપ્યું જે સાત પેઢી સુધી ઇચ્છાપૂર્વક દેવા અને ભોગવવાને માટે પર્યાપ્ત હતું. ત્યારે ધન્યકુમારે પ્રત્યેક પત્નીને એક એક કરોડ ચાંદી, એક એક કરોડ સોનું ઇત્યાદિ પૂર્વ પ્રમાણે વસ્તુઓ આપી દીધી થાવત્ એક એક શ્રેષ્ઠ કર્મ કરનારી દાસી તથા પુષ્કળ ચાંદી–સોનું આદિ વિભક્ત કરી દીધું, યાવત્ ઊંચા મહેલોમાં મનુષ્ય સંબંધી સુખ ભોગવતાં રહેવા લાગ્યા.
વિવેચન :
ઉક્ત સૂત્રમાં ધન્યકુમારના લગ્ન સંસ્કાર અને સાંસારિક સુખોના અનુભવના વિષયમાં કથન કરવામાં આવ્યું છે. આ સર્વ વર્ણન જ્ઞાતા સૂત્રના પ્રથમ અથવા પાંચમા અધ્યયનની સમાન છે. માટે જિજ્ઞાસુએ ત્યાંથી વિશેષ પ્રમાણમાં જાણી લેવું.
પ્રભુનું પદાર્પણ અને ધન્યકુમારનું ધર્મશ્રવણ :| ८ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव समोसढे । परिसा णिग्गया । राया जहा कोणिओ तहा जियसत्तू णिग्गओ । तए णं तस्स धण्णस्स तं चेव जहा जमाली तहा णिग्गओ । णवरं पायचारेणं जाव पज्जुवासइ । तए णं समणे भगवं महावीरे धण्णस्स कुमारस्स तीसे य महइमहालियाए इसि परिसाए जाव धम्म परिकहेइ । परिसा पडिगया । ભાવાર્થ : તે કાળે અને તે સમયે નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાકંદી નગરીમાં પધાર્યા. પરિષદ નીકળી. કોણિક રાજાની જેમ જિતશત્રુ રાજા પણ દર્શન માટે નીકળ્યા. જમાલીકુમારની સમાન ધન્યકુમાર પણ સાજ સજી નીકળ્યા. વિશેષતા એ છે કે ધન્યકુમાર પગે ચાલીને ભગવાનની સેવામાં પહોંચ્યા, યાવત ભગવાન મહાવીર સ્વામીએ ધન્યકુમારને અને મહાન પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરીષદ પાછી ગઈ. ધન્યકુમારનો વૈરાગ્યભાવ :| ९ तए णं धण्णे कुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा,