________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
तणं से धणे कुमारे एगमेगाए भज्जाए एगमेगं हिरण्णकोडिं दलयइ जाव एगमेगं पेसणकारिं दलयइ, अण्णं वा सुबहुं हिरण्णं वा जाव परिभाएडं । तए णं से धणे कुमारे उप्पि पासाय वरगए जाव माणुस्सए कामभोगे भुंजमाणे विहरइ ।
૨૨
ભાવાર્થ : ત્યાર પછી ભદ્રા સાર્થવાહીએ એક દિવસે બત્રીસ શ્રેષ્ઠિવરોની કન્યાઓ સાથે ધન્યકુમારનું પાણિગ્રહણ કરાવ્યું. તેને બત્રીસ–બત્રીસ વસ્તુઓ ધન્યકુમારને પ્રીતિદાનના રૂપમાં આપી. જેમ કે– બત્રીસ કરોડ ચાંદીના સિક્કા, બત્રીસ કરોડ સોનાના સિક્કા, બત્રીસ શ્રેષ્ઠ મુગટ, બત્રીસ શ્રેષ્ઠ કુંડલની જોડી, બત્રીસ ઉત્તમ હાર, બત્રીસ ઉત્તમ અર્ધહાર, બત્રીસ ઉત્તમ એકસરા હાર, બત્રીસ મોતીના હાર, બત્રીસ કનકાવલી હાર, બત્રીસ રત્નાવલી હાર, બત્રીસ ઉત્તમ કડાઓની જોડી, બત્રીસ ઉત્તમ બાજુબંધની જોડી, બત્રીસ (ટસર) વસ્ત્ર–જોડ, બત્રીસ પટ્ટ–યુગલ, બત્રીસ દુકુલયુગલ, બત્રીસ શ્રીદેવી, બત્રીસ હ્રીદેવી, બત્રીસ ધૃતિદેવી, બત્રીસ કીર્તિદેવી, બત્રીસ બુદ્ધિદેવી અને બત્રીસ લક્ષ્મી દેવીઓની પ્રતિમા, બત્રીસ નંદ, બત્રીસ ભદ્ર, બત્રીસ ભવન તળમાં પાથરવાના આસન વગેરે સર્વ રત્નમય, નગરના શ્રેષ્ઠ ભવનોમાં પ્રધાન બત્રીસ ભવન, બત્રીસ ઉત્તમ ધ્વજ, દસ હજાર ગાયોનું એક વ્રજ– ગોકુળ, તેવા બત્રીસ ઉત્તમ ગોકુળ. બત્રીસ મનુષ્યો દ્વારા કરેલું એક નાટક, તેવા બત્રીસ ઉત્તમ નાટક, લક્ષ્મીગૃહ સમાન રત્નોના બત્રીસ ઉત્તમ ઘોડા રત્નોના બત્રીસ ઉત્તમોત્તમ હાથી, બત્રીસ ઉત્તમ યાન, બત્રીસ ઉત્તમ યુગ્ય(એક પ્રકારનું વાહન) બત્રીસ શિબિકાઓ, બત્રીસ યન્દ– માનિકાઓ, બત્રીસ હાથીની અંબાડી, બત્રીસ થિલ્લીઘોડાના પલાણ, બત્રીસ ખુલ્લા યાન, બત્રીસ ક્રીડા કરવાના રથ, બત્રીસ સંગ્રામિક રથ, બત્રીસ ઉત્તમ અશ્વ, બત્રીસ ઉત્તમ હાથી, દશ હજાર પરિવાર જેમાં રહેતા હોય એવા બત્રીસ ગામ, બત્રીસ ઉત્તમ દાસ, બત્રીસ ઉત્તમ દાસીઓ, બત્રીસ ઉત્તમ કિંકર, બત્રીસ દ્વાર રક્ષક, બત્રીસ અંતઃ પુર રક્ષક, બત્રીસ અંતઃપુ૨ના કાર્યનો વિચાર કરનારા, બત્રીસ સોનાના, બત્રીસ ચાંદીના, બત્રીસ સોના-ચાંદીના લટકવાવાળા દીપક, બત્રીસ સોનાના, બત્રીસ ચાંદીના, બત્રીસ સોના—ચાંદીના દંડયુક્ત દીપક–મશાલ, આ પ્રકારે સોના, ચાંદી અને સોના—ચાંદી આ ત્રણે પ્રકારના બત્રીસ પંજર–દીપક આપ્યા તથા સોના, ચાંદી, સોના—ચાંદીના બત્રીસ થાળ, બત્રીસ થાળીઓ, બત્રીસ કટોરા, બત્રીસ રકાબીઓ, બત્રીસ ચમચા, બત્રીસ સાણસી, બત્રીસ તવા, બત્રીસ બાજોઠ, બત્રીસ આસન વિશેષ, બત્રીસ લોટા, બત્રીસ પલંગ, બત્રીસ નાના પલંગ, બત્રીસ હંસ આસન, બત્રીસ ક્રૌંચ આસન, બત્રીસ ગરુડ આસન, બત્રીસ ઉન્નતાસન, બત્રીસ નીચા આસન, બત્રીસ દીર્ઘાસન, બત્રીસ ભદ્રાસન, બત્રીસ પક્ષાસન, બત્રીસ મકરાસન, બત્રીસ પદ્માસન, બત્રીસ દિત્સ્વસ્તિકાસન, બત્રીસ તેલના ડબ્બા ઈત્યાદિ સર્વ રાજપ્રશ્નીય સૂત્ર અનુસાર જાણી લેવું જોઈએ યાવત્ બત્રીસ સરસવના ડબ્બા, બત્રીસ કુબ્જા દાસીઓ ઈત્યાદિ સર્વ ઔપપાતિક સૂત્રની અનુસાર જાણી લેવું જોઈએ યાવત્ બત્રીસ પારસ(ઈરાન) દેશની દાસીઓ, બત્રીસ છત્ર, બત્રીસ છત્ર ધારણ કરનારી દાસીઓ, બત્રીસ ચામર, બત્રીસ ચામર ઢોળનારી દાસીઓ, બત્રીસ પંખા, બત્રીસ પંખા વીંઝનારી દાસીઓ, બત્રીસ તાંબૂલના કડિયા, બત્રીસ તાંબૂલના કરંડિયા ધારણ કરનારી દાસીઓ, બત્રીસ દૂધ પીવડાવનારી ધાવમાતા, યાવત્ બત્રીસ અંકધાત્રીઓ, અંગને માલીશ કરનારી બત્રીસ દાસીઓ, સ્નાન કરાવનારી બત્રીસ દાસીઓ, બત્રીસ અલંકાર પહેરાવનારી દાસીઓ, બત્રીસ ચંદન