________________
દીર્ઘસેન આદિ કુમારો
આ પહેલા અને બીજા, બન્ને વર્ગોના દરેક અણગારની એક એક માસની સંલેખના સમજવી જોઈએ.
વિવેચન :
અહીં એક વાત વિશેષ જાણવાની છે કે આ સૂત્રના બન્ને વર્ગોમાં કહેવાયેલા ત્રેવીસ મુનિઓએ એક એક માસનો પાદપોપગમન સંથારો કર્યો હતો અને ત્યાર પછી તે અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા.
૧૩
આ વર્ગમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક સમ્યક્ ચારિત્રની આરાધનાનાં શુભ ફળ પ્રદર્શિત કર્યાં છે. એ વાત સર્વ વિદિત છે કે સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક કરેલી સમ્યક્રિયા જ કર્મક્ષય કરવામાં સમર્થ થઈ શકે છે.
વિભિન્ન હસ્તલિખિત પ્રતોમાં સંક્ષિપ્ત અને વિસ્તૃત પદ્ધતિના કારણે ક્યાંક પાઠભેદ જોવા મળે છે.
॥ વર્ગ-૨ / ૧ થી ૧૩ સંપૂર્ણ II