________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
દ્રુમસેન (૯) મહાદ્રુમસેન (૧૦) સિંહ (૧૧) સિંહસેન (૧૨) મહાસિંહસેન (૧૩) પુણ્યસેન (પૂર્ણસેન).
જંબૂ– હે ભંતે ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રના બીજા વર્ગનાં તેર અધ્યયન કહ્યાં છે, તો હે ભંતે ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ અધ્યયનનો શો અર્થ કહ્યો છે ?
૧૨
દીર્ઘસેન આદિ :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसिलए चेइए । सेणिए राया । धारिणी देवी । सीहो सुमिणे । जहा जाली त નમ્મ, વાત્તત્તળ, તાઓ। નવા ડીસેને ગામ મારે ।
I
सच्चेव वत्तव्वया जहा जालिस्स जाव अंतं काहि ।
I
एवं तेरस वि रायगिहे । सेणिओ पिया । धारिणी माया । तेरसहं वि सोलस वासा परियाओ । आणुपुव्वीए विजए दोण्णि, वेजयंते दोण्णि, जयंते दोण्णि, अपराजिए दोण्णि, सेसा महादुमसेणमाई पंच सव्वट्ठसिद्धे ।
ભાવાર્થ : સુધર્માસ્વામી– હે જંબૂ ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલક નામનું ચૈત્ય હતું. ત્યાંના રાજા શ્રેણિક હતા. ધારિણીદેવી રાણી હતી. તેણે સિંહનું સ્વપ્ન જોયું. જાલિકુમારની જેમ જન્મ, બાલ્યકાળ અને કળાગ્રહણ આદિ વર્ણન જાણી લેવું જોઈએ. વિશેષ એ છે કે કુમારનું નામ દીર્ઘસેન હતું.
શેષ સમસ્ત વર્ણન જાલિકુમારની સમાન છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
આ રીતે તેર રાજકુમારોનું નગર રાજગૃહ હતું. પિતા શ્રેણિક હતા અને માતા ધારિણી હતી. તેર રાજકુમારોની દીક્ષા પર્યાય ૧૬ વર્ષની હતી. અનુક્રમથી તે બે કુમારો વિજય વિમાનમાં, બે કુમારો વૈજયંત વિમાનમાં, બે કુમારો જયંત વિમાનમાં, બે કુમારો અપરાજિત વિમાનમાં અને શેષ મહાદુમસેન આદિ પાંચ કુમારો સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા.
નિક્ષેપ ઃ
३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं
अणुत्तरोव - वाइयदसाणं दोच्चस्स वग्गस्स अयमट्ठे पण्णत्ते ।
मासियाए संलेहणाए दोसु वि वग्गेसु ।
ભાવાર્થ : સુધર્માસ્વામી– હે જંબૂ ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિક દશાંગસૂત્રના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે.