________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
સમાધાન :- મેઘકમારના જીવનમાં કેટલીક વિશિષ્ટ ઘટનાઓ છે, જે સાધકો માટે શિક્ષાપ્રદ છે. સાધકો માટે પ્રેરક છે. અનુત્તરોપપાતિક સૂત્રમાં કેવળ સમ્યક ચારિત્રના પાલનનું ફળ પ્રદર્શિત કર્યું છે. જ્યારે જ્ઞાતા સૂત્રમાં પ્રેરક દષ્ટાંતો છે. આ કારણે મેઘકુમારનું ચરિત્ર જ્ઞાતા સૂત્રમાં છે અને જાલિકુમારનું ચરિત્ર અનુત્તરોપપાતિક સૂત્રમાં છે.
પ્રસ્તુત સૂત્રને જોતા જણાય છે કે લગ્નના વિસ્તૃત વર્ણનમાં પિતા દ્વારા પુત્રને પ્રીતિદાન દેવાનો પાઠ આવે છે અને સંક્ષિપ્ત પાઠમાં 'ગદ્દો વાગો' એટલો જ પાઠ આવે છે. તે પણ પ્રીતિદાનનું સંક્ષિપ્ત કથન જ છે. માટે શાસ્ત્રમાં તો પિતા દ્વારા પુત્રને જીવનપર્યત અને સાત પેઢી સુધી ન ખૂટે તેટલી સંપત્તિ પ્રીતિદાન રૂપે દેવાનું કથન છે પરંતુ તેના સ્વસુર પક્ષ તરફથી મળનાર કરિયાવરની કશીય ચર્ચા નથી.
અર્થ તાત્પર્ય કરવામાં એમ સમજાય છે કે આઠ આઠ પદાર્થ લગ્નમાં તેના સ્વસુર પક્ષ તરફથી પ્રાપ્ત થાય છે. તેને જ પિતા પુત્રને આપી દે છે અને સાથે બીજી પણ ઘણી સંપત્તિ પ્રીતિદાન રૂપે આપી દે છે, જેમ કે-"તણ તલ્લ નેહરૂ પિયર રૂ પયાવં પડ્યા હતાંતિ"
-[જ્ઞાતા ધર્મકથા સૂત્ર. અ.૧]
II વર્ગ-૧ | ૧ સંપૂર્ણ II