________________
| જાલીકુમાર
વિનીત હતા, તે જાલિ અણગાર પોતાનું આયુષ્ય પૂર્ણ કરી ક્યાં ગયા છે? અને ક્યાં ઉત્પન્ન થયા છે?
હે ગૌતમ ! મારા અંતેવાસી પ્રકૃતિભદ્ર યાવત્ વિનીત જાલિ અણગાર મારી અનુમતિ લઈને સ્વયંમેવ પાંચ મહાવ્રતનું આરોપણ કરી વગેરે સમસ્ત વર્ણન જાણવું યાવત યથા સમયે કાળ કરી, ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહ- નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ ચક્રથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં ક્રોડી યોજના અને ઘણાં ક્રોડાકોડી યોજનને પાર કરીને, ઉપર જઈ, સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, આણત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકને તથા ત્રણસો અઢાર નવ રૈવેયક આવાસોને પાર કરીને વિજય નામના મહાવિમાનમાં દેવના રૂપમાં ઉત્પન્ન થયા છે.
હે ભંતે ! જાલિદેવની આયુમર્યાદા ત્યાં કેટલી છે? ગૌતમ ! તેની આયુમર્યાદા ૩ર સાગરોપમની છે.
હે ભંતે ! દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને તે જાલિદેવ ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે?
પ્રભુ મહાવીર- હે ગૌતમ! ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. નિક્ષેપ :|६ एवं खलु जंबू समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अणुत्तरोववाइयदसाणं पढमस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमढे પછી !
ભાવાર્થ : હે જંબુ ! આ પ્રમાણે નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરોપપાતિકદશાંગસૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
વિવેચન :
પ્રથમ અધ્યયનમાં જાલિકુમારનું જીવન દર્શન કરાવ્યું છે, જે અત્યંત સંક્ષિપ્ત છે. તેના જીવનની કેટલીક ઘટનાઓ મેઘકુમારની સમાન છે, જે જ્ઞાતાસૂત્રના પ્રથમ મેઘકુમારના અધ્યયન અનુસાર જાણવી જોઈએ.
અહીં પ્રશ્ન થાય છે કે મેઘકુમાર અને જાલિકુમાર બંને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. તો મેઘકુમારનું વર્ણન જ્ઞાતાસૂત્રમાં અને જાલિકુમારનું વર્ણન અનુત્તરોપપાતિકસૂત્રમાં છે, તે ભેદનું કારણ