________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
તે સમયે સ્થવિર ભગવંતોએ જાલિ અણગારને દિવંગત જાણી તેના મૃત્યુ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. ત્યાર પછી તે સ્થવિરોએ જાલિ અણગારનાં પાત્ર અને વસ્ત્રોને ગ્રહણ કર્યા, પછી વિપુલગિરિથી નીચે ઊતર્યા, ઊતરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજતા હતા ત્યાં આવ્યા. ભગવાનને વંદન નમસ્કાર કરી તે સ્થવિર ભગવંતોએ આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપના શિષ્ય જાલિ અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર, વિનયી, શાંત, અલ્પક્રોધ, માન, માયા, અને અલ્પ લોભવાળા, કોમળતા અને નમ્રતા વગેરે ગુણોથી યુક્ત, ઈન્દ્રિયોને વશમાં રાખનાર, ભદ્ર અને વિનીત હતા. તે આપની આજ્ઞા લઈને સ્વયંમેવ પાંચ મહાવ્રતોને ગ્રહણ કરીને, સાધુ-સાધ્વીઓને ખમાવીને અમારી સાથે વિપુલ પર્વત પર ચઢયા હતા થાવત્ તે સંથારો કરીને કાળધર્મ પામી ગયા. આ તેનાં સંયમાચારના ઉપકરણો (વસ્ત્ર-પાત્ર) છે.
ત્યાર પછી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે पूछ्युજાલિ અણગારનું ભવિષ્ય :[५ एवं खलु देवाणुप्पियाणं अंतेवासी जाली णामं अणगारे पगइभद्दए जाव विणीए, से णं जाली अणगारे कालगए कहिं गए, कहिं उववण्णे ?
एवं खलु गोयमा ! ममं अंतेवासी जाली णामं अणगारे पगइभद्दए जाव विणीए मम अब्भणुण्णाए समाणे सयमेव पंच महव्वयाई आरुहेत्ता, तं चेव सव्वं अवसेसियं णेयव्वं, जाव कालगए उ8 चंदिम सूर- गहगणणक्खत्त- तारारूवाणं बहूई जोयणाई, बहूई जोयणसयाई, बहूई जोयणसहस्साई, बहूई जोयणसयसहस्साई, बहूइं जोयणकोडीओ, बहूई जोयणकोडाकोडीओ उड्डे दूरं उप्पइत्ता सोहम्मीसाणसणं कुमार माहिंदबंभलंतगमहासुक्कसहस्साराणय- पाणयारणच्चुए तिण्णि य अट्ठारसुत्तरे गेवेज्ज विमाणावाससए वीईवइत्ता विजए महाविमाणे देवत्ताए उववण्णे ।
जालिस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! बत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
से णं भंते ! ताओ देवलोयाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खए णं कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ ।
ભાવાર્થ :
ગૌતમ- હે ભંતે ! આપના અંતેવાસી જાલિ અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર હતા યાવતું