________________
જાલીકુમાર
જાલિકુમારની દીક્ષા અને સંયમ સાધના :
४ सामी समोसढे । सेणिओ णिग्गओ । जहा मेहो तहा जाली वि णिग्गओ, तहेव णिक्खंतो जहा मेहो । एक्कारस अंगाई अहिज्जइ ।
૫
गुणरयणं तवोकम्मं जहा खंदगस्स । एवं जा चेव खंदगस्स वत्तव्वया, सा चैव चिंतणा, आपुच्छणा, थेरेहिं सद्धिं विउलं पव्वयं तहेव दुरूहइ । णवरं सोलस वासाइं सामण्ण परियागं पाउणित्ता कालमासे कालं किच्चा उड्डुं चंदिमसूर जाव णवगेवेज्जयविमाणपत्थडे उड्डुं दूरं वीईवइत्ता विजय विमाणे देवत्ताए उववण्णे |
तए णं थेरा भगवंतो जालि अणगारं कालगयं जाणित्ता परिणिव्वाणवत्तियं काउस्सग्गं करेंति, करित्ता पत्तचीवराइं गेण्हंति तहेव उत्तरंति जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, समणं भगवं महावीरं वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी जाली णामं अणगारे पगइभद्दए पगइविणीए पगइउवसंते पगइपयणुकोहमाण- माया - लोभे मिउमद्दवसंपण्णे अल्लीणे भद्दए विणी । सेणं देवाप्पिएहि अब्भणुण्णाए समाणे सयमेव पंच महव्वयाणि आरोवित्ता, समणा य समणीओ य खामेत्ता, अम्हेहिं सद्धिं विपुलं पव्वयं दुरूहइ, तं चैव णिरवसेसं जाव इमे य से आयारभंडए ।
भंते! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
भावार्थ : ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. આ જાણીને રાજા શ્રેણિક ભગવાનના દર્શન કરવા ગયા. જાલિકુમારે પણ મેઘકુમારની જેમ ભગવાનના દર્શન કરવા માટે પ્રસ્થાન કર્યું. દર્શન કર્યા પછી મેઘકુમારની જેમ જાલિકુમારે પણ માતાપિતાની અનુમતિ લઈ દીક્ષા અંગીકાર કરી. સ્થવિરોની સેવામાં રહીને અગિયાર અંગ સૂત્રોનો અભ્યાસ કર્યો.
તેણે સ્કંદક મુનિની જેમ ગુણરત્ન સંવત્સર નામનું તપ કર્યું. સંલેખના, સંથારાની ચિંતવના, પૃચ્છનાનાં સંબંધમાં જે વર્ણન સ્કંધક મુનિનું ભગવતી સૂત્રમાં છે, તે વર્ણન જાલિકુમારના સંબંધમાં પણ સમજવું જોઈએ. તે સ્થવિર મુનિઓની સાથે વિપુલગિરિ પર ગયા. વિશેષતા એ છે કે સોળ વર્ષ સુધી જાલિકુમારે શ્રમણપર્યાયનું પાલન કર્યું, આયુષ્યના અંતે મૃત્યુ પામી, ઉપર ચંદ્ર, સૂર્ય યાવત્ નવ ચૈવેયક વિમાનોને પાર કરી વિજય નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.