________________
[
8
]
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
આગામી ભવમાં નિર્વાણપદની પ્રાપ્તિ કરી શકે છે.
તેમજ પ્રસ્તુત સૂત્રમાં શિષ્યની ગુરુભક્તિ અને વિનયનું દર્શન થાય છે. વિનયવંત શિષ્ય જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે જ જ્ઞાન સફળ થાય છે.
જાલિકુમારનું પુણ્યશાળી જીવન :| ३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, रिद्धिस्थिमिय समिद्धे । गुणसिलए चेइए । सेणिए राया, धारिणी देवी । सीहो सुमिणे । जालीकुमारो । जहा मेहो अट्ठट्ठओ दाओ जाव अण्णं च विपुलं धण कणग-रयण-मणिमोत्तिय-संख-सिलप्पवाल-रत्तरयण-संतसार-सावएज्जं अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, पकामं પરિમાણવું
तए णं से जालीकुमारे एगमेगाए भारियाए एगमेगं हिरण्णकोडिं दलयइ, एगमेगं सुवण्णकोडिं दलयइ, जाव एगमेगं पेसणकारिं दलयइ, अण्णं च विउलं धणकणग जाव परिभाएउ दलयइ ।
तए णं जाली कुमारे उप्पि पासाय वरगए जाव माणुस्सए कामभोगे पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ : તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે સમૃદ્ધ, સ્થિર અને ઋદ્ધિ સંપન્ન હતું. ત્યાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. શ્રેણિક રાજા અને તેની ધારિણી નામની રાણી હતી. ધારિણી રાણીએ સ્વપ્નમાં સિંહને જોયો. થોડા સમય પછી રાણીએ મેઘકુમારની સમાન જાલિકુમારને જન્મ આપ્યો. મેઘકુમારની જેમ જ જાલિકુમારનો જ જન્મોત્સવ, પાંચ ધાઈ માતા દ્વારા લાલન પાલન, બોતેર કળાઓનું અધ્યયન તથા આઠ કન્યાઓ સાથે વિવાહ આદિ કાર્યો સંપન્ન થયાં અને આઠ-આઠ વસ્તુઓનો કરિયાવર આપ્યો અર્થાત્ આઠ કરોડ ચાંદી, આઠ કરોડ સોનું આદિ સમજી લેવું જોઈએ યાવતું બીજું પણ ઘણું ધન, કનકપત્ન, મણિ, મોતી, શંખ, પ્રવાલ લાલરત્ન આદિ ઉત્તમ કિંમતી દ્રવ્ય આપ્યો કે જે સાત પેઢી સુધી દાન દેવા માટે, ઉપભોગ કરવા માટે અને ભાગ કરવા માટે પર્યાપ્ત હતાં.
ત્યાર પછી જાલિકુમારે પ્રત્યેક પત્નીને એક–એક કરોડ ચાંદી આપી, એક–એક કરોડ સુવર્ણ બાપ્યું. યાવતુ એક–એક શ્રેષ્ઠ કર્મ કરનારી (દાસી) આપી. તે સિવાય બીજું ઘણું ધન-સોનું આદિ આપ્યું કે જે દાન દેવામાં, ભોગ-ઉપભોગ કરવામાં અને ભાગ કરવા માટે સાત પેઢીઓ સુધી પર્યાપ્ત હતું.
ત્યાર પછી જાલિકુમાર ઉત્તમ મહેલમાં ઉપરના વિભાગમાં રહી મનુષ્ય સંબંધી સુખોનો અનુભવ કરતા રહેવા લાગ્યા.