________________
| જાલીકુમાર
अज्झयणा पण्णत्ता?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अणुत्तरोववाइय- दसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, तं जहा
जालि-मयालि-उवयाली, पुरिससेणे य वारिसेणे य ।
दीहदंते य लट्ठदंते य, वेहल्ले वेहायसे अभए इ य कुमारे ।। जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पढमस्स वगस्स दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ?
ભાવાર્થ : ત્યાર પછી સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે પૂછયું- હે જંબૂ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમા અંગ શ્રી અનુત્તરોપપાતિકદશાંગસૂત્રના ત્રણ વર્ગ કહ્યા છે.
જંબૂ- હે ભંતે ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિક દશાંગસૂત્રના ત્રણ વર્ગ કહ્યા છે, તો હે ભંતે ! પ્રથમ વર્ગનાં પ્રભુએ કેટલા અધ્યયન કહ્યાં છે?
સુધર્મા- હે જંબૂ ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રના પ્રથમ વર્ગનાં દશ અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે
(૧) જાલિકુમાર (૨) મયાલિકુમાર (૩) ઉપજાલિકુમાર (૪) પુરુષસેનકુમાર (૫) વારિષણ કુમાર (૬) દીર્ઘદંતકુમાર (૭) લષ્ટદંતકુમાર (૮) વેહલ્લકુમાર (૯) હાયસકુમાર (૧૦) અભયકુમાર.
જંબુ- હે ભંતે! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ વર્ગનાં દશ અધ્યયન કહ્યાં છે, તો હે ભંતે ! અનુત્તરોપપાતિકદશાંગસૂત્રના પ્રથમ અધ્યયનનો પ્રભુએ શો અર્થ કહ્યો છે?
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આગમના અભિધેય વિષય વસ્તુનું પ્રતિપાદન કર્યું છે. સૂત્રનો વિષય અત્યંત સંક્ષિપ્ત છે. જેબૂસ્વામીએ અત્યંત ઉત્કૃષ્ટ ભાવથી પોતાની જિજ્ઞાસા આર્ય સુધર્માસ્વામી સમક્ષ પ્રગટ કરી અને સુધર્માસ્વામીએ તેના પ્રત્યુત્તર રૂપે આ સૂત્રના ત્રણ વર્ગ અને પ્રથમ વર્ગનાં દશ અધ્યયનોનાં નામનું કથન કર્યું છે.
પ્રસ્તુત સૂત્રની સાર્થકતા કે સપ્રયોજનતા ક્યા પ્રકારે સિદ્ધ થાય છે? આ વિષયમાં દષ્ટિપાત કરતાં સ્પષ્ટ થાય છે કે જે ભવ્ય જીવ પોતાના વર્તમાન જન્મમાં કર્મોનો સંપૂર્ણરૂપથી ક્ષય કરવામાં અસમર્થ છે તે આ જન્મ પછી પાંચ અનુત્તર વિમાનોમાં પરમ શાતાવેદનીય જનિત સુખોનો અનુભવ કરીને