________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
છે કે તેમણે કયા નવમા અંગ સૂત્રનો અભ્યાસ કર્યો હશે ? વર્તમાને જે અનુત્તરોવવાઈ અંગ સૂત્ર છે, તેમાં તો ધન્ના અણગારના સંયમ, તપનું અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા સુધીનું સંપૂર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે. તેનું કારણ એ છે કે વર્તમાને ઉપલબ્ધ ધર્મકથાઓ અને ઘટનાઓનું ઉપયોગી અને પ્રાસંગિક વર્ણન લેખનકાળ પહેલાં પૂર્વધરો દ્વારા સંપાદિત કરવામાં આવેલ છે. ઉત્થાનિકાઓમાં જંબૂસ્વામી અને સુધર્માસ્વામીના ગુણોનું વિસ્તૃત વર્ણન પણ આ વાતની સાક્ષી પૂરે છે એટલે ઉત્થાનિકાઓ પણ સુધર્મા સ્વામી અને જંબૂ સ્વામીના સમય પછી સંપાદિત કરેલી હશે તેમ જણાય છે.
૨
આ સૂત્રની હસ્તલિખિત પ્રતોની ઉત્થાનિકામાં પાઠભેદ મળે છે. જેમ કે- તેખ અતેનું તેનં समएणं रायगिहे णयरे होत्था, तस्सणं रायगिहे णाम णयरे सेणिए णामं राया होत्था । वण्णओ । चेलणाए देवी । तत्थणं रायगिहे णामं णयरे बहिया उत्तर पुरत्थिमे दिसीभाए गुणसिलए णामं चेइए होत्था । तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे अज्ज सुहम्मे णामं थेरे जाव जेणेव गुणसिलए णामं चेइए तेणेव समोसढे । परिसा णिग्गया, धम्मो कहिओ, परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं जंबू जाव पज्जुवासमाणे एवं वयासी ।
આ પાઠમાં વર્ણિત શ્રેણિક રાજા અને જંબૂસ્વામીનું એકી સાથે કથન ઉપયુક્ત નથી, કારણ કે શ્રેણિક રાજા તો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિધમાન હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા અને જંબૂસ્વામી ભગવાનના નિર્વાણ પછી દીક્ષિત થયા હતા, માટે પાઠભેદ સમજી ઉપરોક્ત પાઠ પ્રસ્તુત સંસ્કરણમાં સ્વીકારેલ નથી.
આ સૂત્રમાં ધન્ના અણગારના જીવનની વિશિષ્ટતાઓને જ પ્રાધાન્ય આપ્યું છે. તે વિષયને અનેક ઉપમાઓથી સમજાવ્યો છે. શેષ સૂત્રો સરળ હોવાથી તેનું વિશેષ વિવેચન કર્યું નથી. આ આગમ અર્થની દૃષ્ટિએ સુગમ હોવા છતાં ઐતિહાસિક દષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે.
પ્રસ્તુત આગમમાં રાજગૃહ નગરનો માત્ર નામોલ્લેખ છે. જિજ્ઞાસુઓએ નગરનું વિશેષ વર્ણન ઔપપાતિક સૂત્રથી જોઈ લેવું જોઈએ. અનુત્તરોપપાતિકસૂત્રનો પરિચય :
२ तए णं से सुहम्मे अणगारे जंबू अणगारं एवं वयासी- एवं खलु जंबू ! समणे णं भगवया महावीरेणं जाव संपत्ते णं णवमस्स अंगस्स अणुत्तरोववाइयदसाणं तिण्णि वग्गा पण्णत्ता ।
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं णवमस्स अंगस्स अणुत्तरोववाइयदसाणं तओ वग्गा पण्णत्ता, पढमस्स णं भंते! वग्गस्स अणुत्तरोववाइयदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ