________________
જાલીકુમાર
વર્ગ-૧ અધ્યયન-૧ જાલિકુમાર
MMMMMMMMIE E E E E E IÐIÐ
૧
G
ઉલ્લેપ ઃ
१ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । अज्ज सुहम्मस्स समोसरणं । परिसा णिग्गया जाव जंबू पज्जुवासमाणे एवं वयासी- जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अयमठ्ठे पण्णत्ते, णवमस्स णं भंते ! अंगस्स अणुत्तरोववाइयदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ : તે કાળે –વર્તમાન અવસર્પિણીના ચોથા આરામાં, તે સમયે– પ્રભુ મહાવીર સદેહે બિરાજમાન હતા ત્યારે, રાજગૃહ નામનું એક નગર હતું. આર્ય સુધર્માસ્વામીનું ત્યાં આગમન થયું. ધર્મદેશના સાંભળવા માટે પરિષદ આવી અને ધર્મદેશના સાંભળીને પાછી ફરી યાવત્ જંબૂસ્વામીએ પર્યુપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું
જંબૂ– હે ભંતે ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ શ્રી અંતગડદશાંગ સૂત્રમાં આ અર્થની પ્રરૂપણા કરી છે, તો હે ભંતે ! નવમા અંગ શ્રી અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રનો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શું અર્થ કહ્યો છે ?
વિવેચન :
અગિયાર અંગસૂત્રોમાં અંતકૃતદશાંગ સૂત્ર આઠમું અને અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર નવમું અંગ છે, સૂત્રોના ક્રમમાં અંતકૃતદશાંગ સૂત્ર પછી અનુત્તરોપપાતિક સૂત્ર છે. બંને સૂત્રોમાં મહાપુરુષોનાં જીવનનું અને તપ–ત્યાગનું સુંદર વર્ણન છે. અંતકૃતદશાંગ સૂત્રમાં તપ-ત્યાગ દ્વારા મુક્ત થયેલા ૯૦ મહાપુરુષોનું વર્ણન છે. જ્યારે અનુત્તરોપપાતિક દશાંગમાં તપ સાધના દ્વારા અનુત્તર વિમાનમાં ગયેલા ૩૩ મહાપુરુષોનું જીવન કવન છે.
આ સૂત્રની ઉત્થાનિકા શ્રી જંબૂસ્વામીના પ્રશ્ન અને સુધર્મા સ્વામીના ઉત્તરના રૂપમાં છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં દીક્ષિત ધન્ના અણગારે અગિયાર અંગ સૂત્રોનો અભ્યાસ કર્યો હતો અને પ્રસ્તુત સૂત્રમાં મુખ્યરૂપે ધન્ના અણગારનું જ વિશેષ વર્ણન છે, માટે પ્રશ્ન એ ઉપસ્થિત થાય