________________
લેવાની તેઓએ પ્રતિજ્ઞા કરી હતી. આ પ્રકારની તપશ્ચર્યાથી તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. તેના તપનું અલંકારિક વર્ણન આ શાસ્ત્રમાં છે. તે કથનમાં પર્યાપ્ત યથાર્થતાના દર્શન થાય છે, જેમ કે
તપસ્વી ધન્યમુનિનાં વાંસાનાં હાડકાં અક્ષમાલાની જેમ એક એક કરીને ગણી શકાતાં હતાં, છાતીનાં હાડકાં ગંગાની લહેરો (મોજાં) સમાન અલગ-અલગ પ્રતીત થતાં હતાં. તેમની ભુજાઓ સુકાયેલા સાપની જેમ કૃશ થઈ ગઈ હતી, હાથ ઘોડાના મોઢા પર બાંધવાના તોબરો જેવા શિથિલ થઈને લટકી ગયા હતા અને વાયુરોગથી જેમ અંગોપાંગ કંપે તેમ તેમનું મસ્તક કંપી રહ્યું હતું. આ રીતે તે વર્ણનમાં અનેક ઉપમાઓ અને દષ્ટાંતો ભરેલાં છે.
આગમ સાહિત્યમાં વર્ણિત શૈલી અને વિષયવર્ણનની અપેક્ષાએ એક સમાન પ્રતીત થતી કથાઓનું ઊંડાણથી અવગાહન કરવામાં આવે તો તે કથાઓમાંથી નવું નવું તથ્ય પ્રગટ થાય છે. ભારતીય સંસ્કૃતિ સંરચના અને ભારતીય વિદ્યાઓના વિકાસમાં તેનું અપૂર્વ યોગદાન રહ્યું છે. આધુનિક વાર્તાઓ અને નવલકથાઓની જેમ ભલે તે દિલચસ્પીવાળી ન હોય, પાઠકોના મનને ભલે તે પકડીને રાખતી ન હોય, પરંતુ તેમાં
જીવન ઉત્થાનની પ્રેરણાઓ રહેલી છે. તે સાંસ્કૃતિક દૃષ્ટિથી અપૂર્વ છે. તેમાં પ્રાકૃતિક તત્ત્વો ભરપૂર છે.
પ્રસ્તુત આગમનો વિષય કથા પ્રધાન છે તથાપિ ચારિત્રનું પ્રતિનિધિત્વ પણ કરે છે. સાથે જ તેમાં તપનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જૈન સંસ્કૃતિમાં તપની સાધના મુખ્યરૂપે રહેલી છે. જેટલા પણ તીર્થકર થયા છે તેણે તપની સાથે જ દીક્ષા ગ્રહણ કરી છે, તપની સાથે જ કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કર્યું છે અને તપ સાથે જ તેમનો પ્રથમ ઉપદેશ પ્રારંભ કરે છે. ભગવાન મહાવીર તપો વિજ્ઞાની અદ્વિતીય મહાપુરુષ હતા. તેઓએ પોતાના સમયમાં પ્રચલિત દેહદમનરૂપ બાહ્ય તપની પણ આધ્યાત્મિક સાધનાની સાથે સમજૂતી સ્થાપિત કરી હતી. ભગવાન મહાવીરે પોતે અને તેમના શિષ્યોએ પણ ઉત્કૃષ્ટ તપની આરાધના કરી હતી. તેનો ઉલ્લેખ આ આગમમાં મળે છે. અન્ય આગમોમાં પણ આ જ કારણથી મહાવીરના શિષ્યો માટે તપસ્વી અને
40
,