________________
દ્વિતીય વર્ગમાં દીર્ઘસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ, દ્રુમ, દ્રુમસેન, મહાદ્રુમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન અને પુષ્પસેન, આ ૧૩ રાજકુમારોનાં જીવનનું વર્ણન, જાલિકુમારના જીવનની જેમ સંક્ષેપમાં કર્યું છે. આ વર્ગમાં વર્ણિત મહાપુરૂષોનું જીવન પહેલા ભોગમય અને પછી તપોમય હતું તથા સર્વ રાજકુમાર પોતાની તપસાધના દ્વારા પાંચ અનુત્તર વિમાનમાં ગયા. ત્યાંથી ચ્યવી, મનુષ્ય જન્મ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.
અહીં પ્રથમ વર્ગના દશ અધ્યયનોમાંથી સાતમું અધ્યયન લષ્ટદંત રાજકુમારનું છે અને બીજા વર્ગમાં પણ ત્રીજું અધ્યયન લષ્ટદંતકુમારનું છે. બન્નેની માતા ધારિણી અને પિતા શ્રેણિક સમ્રાટ છે. તેની હકીકત શું છે તે અન્વેષણીય છે. સંભવ છે કે લષ્ટાંત નામના બે રાજકુમારો હોય.
તૃતીય વર્ગમાં ધન્યકુમાર, સુનક્ષત્રકુમાર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્રિક પૃષ્ટિમાતૃક, પેઢાલપુત્ર, પોથ્રિલ, તથા વેહલ્લ, આ દશ કુમારોનું ભોગમય જીવન, અને તેના પછી તપોમય જીવનનું સુંદર વર્ણન છે. આ દશ કુમારોમાં ધન્યકુમારનું વર્ણન વિસ્તાર પૂર્વક છે.
અનુત્તરોપપાતિક સૂત્રના પ્રમુખપાત્ર ધન્યકુમાર, કાકંદીની ભદ્રા સાર્થવાહીના પુત્ર હતા. અપરિમિત ધન-ધાન્ય અને સુખ-ઉપભોગના સાધનોથી સંપન્ન હતા. ધન્યકુમારનું લાલન-પાલન ખૂબ સારી રીતે થયું હતું. તે સાંસારિક સુખોમાં લીન હતા. એક દિવસ શ્રમણ ભગવાન મહાવીરના ત્યાગ–વૈરાગ્યયુક્ત દિવ્ય પાવન પ્રવચન સાંભળી વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ગઈ અને તે અનુસાર તે પોતાના વિપુલ વૈભવને છોડી સંયમી બની ગયા.
સંયમના કઠોર માર્ગ પર એક વીર સૈનિકની જેમ આગળ વધ્યા હતા. તેના તપોમય જીવનનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. ધન્ય અણગારનું તપવર્ણન સાંભળી દરેકનું મસ્તક શ્રદ્ધાથી નતમસ્તક બની જાય છે. તેઓએ જિંદગી પર્યત છઠ– છઠનું તપ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. પારણામાં માત્ર આયંબિલવ્રતના રૂપમાં લૂખું ભોજન લેતા હતા. તેમાં પણ ગૃહસ્થ જે ભોજનને બહાર ફેંકવા યોગ્ય સમજતા તેને જ
I
39