________________
ક્રોધને વશમાં રાખી શક્યા અને તેના મુખમાંથી એકદમ શબ્દ સરી પડ્યા કે અહિંયાથી ચાલ્યો જા, ભૂલથી પણ મને મોટું ન બતાવતો. અભયકુમાર તો આ શબ્દોની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેમણે રાજાને નમસ્કાર કર્યા અને ભગવાનના ચરણોમાં પહોંચીને દીક્ષા ગ્રહણ કરી લીધી. રાજા શ્રેણિક મહેલમાં પહોંચ્યા.બધી રાણીઓ અને બહુમૂલ્ય વસ્તુઓ સુરક્ષિત જોઈને પોતાનાં વચનો માટે અપાર દુઃખ થયું. તે ભગવાનની પાસે પહોંચ્યા પરંતુ રાજા શ્રેણિક પહોંચ્યા, તે પહેલાં જ અભયકુમાર દીક્ષિત થઈ ગયા.
અંતગડદશાંગ સૂત્રમાં અભયકુમારની માતા નંદાનો પણ દીક્ષિત થઈ મોક્ષ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે. અભયકુમાર મુનિએ ૧૧ અંગોનું અધ્યયન કર્યું. ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. તેનું શરીર અત્યંત કૃશ થઈ ગયું તો પણ સાધનાનું અપૂર્વ તેજ તેના મુખ પર ચમકી રહ્યું હતું. અભયકુમારમાં પ્રબળ પ્રતિભા હતી, કુશાગ્ર બુદ્ધિના ધારક હતા. બુદ્ધિની સાર્થકતા તેમાં છે કે જ્યાં આત્મજ્ઞાનની વિચારણા કરવામાં આવે. યુદ્ધ ને તત્ત્વ વિવાર ૨, આજે પણ વ્યાપારીવર્ગ અભયકુમારની બુદ્ધિનું સ્મરણ કરે છે. નૂતનવર્ષના અવસર પર જમા ખાતામાં લખાય છે કે અભયકુમારની જેવી બુદ્ધિ હોજો. વિષય વસ્તુ :
પ્રસ્તુત અનુત્તરોપપાતિક સૂત્રના પ્રથમ વર્ગમાં ૧૦ અધ્યયન છે, દ્વિતીય વર્ગમાં ૧૩ અધ્યયન છે અને તૃતીય વર્ગમાં ૧૦ અધ્યયન છે. આ પ્રમાણે ત્રણે વર્ગોનાં અધ્યયનની સંખ્યા ૩૩ થાય છે. પ્રત્યેક અધ્યયનમાં એક એક મહાપુરુષના જીવનનું વર્ણન છે. આ સૂત્ર ૨૯૨ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે.
પ્રથમ વર્ગમાં જાલિ, મયાલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિસેણ, દીર્ઘદત, લષ્ટદંત, વિહલ્લ, વેરાયસ, અને અભયકુમાર આ દશ રાજકુમારોનું, તેનાં માતા-પિતાનું, નગર, જન્મ આદિનું તથા ત્યાંના રાજા, ઉદ્યાન, આદિનો પરિચય આપ્યો છે. ઉક્ત દશે રાજકુમાર ભગવાન મહાવીરની પાસે સંયમ સ્વીકારીને તથા ઉત્કૃષ્ટ તપ-ત્યાગની આરાધના કરીને અનુત્તર વિમાનમાં દેવ થયા અને ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પ્રાપ્તકરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે.
-
38