________________
પ્રગટ કરી કે અંતિમ મોક્ષગામી રાજા કોણ હશે? ભગવાને કહ્યું કે વીતભયના રાજા ઉદાયન જે મારી પાસે સંયમ સ્વીકાર કરી ચૂક્યા છે, તે રાજા રૂપે અંતિમ મોક્ષગામી છે. ભગવાનની આ વાત સાંભળીને અભય મનોમન વિચારવા લાગ્યા. જો હું રાજા બની જાઉં તો મોક્ષ નહીં મેળવી શકું, તેથી કુમારાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરી લઉં. એણે સમ્રાટ શ્રેણિક પાસે આજ્ઞા આપવા માટે નમ્ર વિનંતી કરી. શ્રેણિકે કહ્યું કે હમણાં તમારી ઉંમર દીક્ષા લેવા જેવડી નથી, દીક્ષા લેવાની ઉંમર મારી છે. તમે રાજા બનીને આનંદનો ઉપભોગ કરો. અભયકુમારના ખૂબ જ આગ્રહથી શ્રેણિકે કહ્યું જે દિવસે હું દુઃખી થઈને તને કહી દઉં કે દૂર ચાલ્યો જા, મને કયારે ય તારું મોઢું દેખાડતો નહીં; તે દિવસે તું શ્રમણ બની જજે.
કેટલાક સમય પછી ભગવાન મહાવીર સ્વામી રાજગૃહમાં પધાર્યા. ભગવાનના દર્શન કરી મહારાણી ચેલણાની સાથે રાજા પાછા આવી રહ્યા હતા. સરિતાના કિનારે રાજા શ્રેણિક અને ચેલણાએ એક મુનિને ધ્યાનસ્થ જોયા. ઠંડી ઘણી હતી. રાત્રિએ મહારાણીનો હાથ નિંદરમાં ઓઢવાના વસ્ત્રથી બહાર રહી ગયો અને હાથ હૂઠવાઈ ગયો, તેની નિંદર ઊડી ગઈ અને મુનિનું સ્મરણ થતાં અચાનક મુખમાંથી શબ્દ નીકળી પડ્યા, "તે શું કરતા હશે?" રાણીના શબ્દોએ રાજાના મનમાં અવિશ્વાસ પેદા કરી દીધો. સવારમાં તે ભગવાનના દર્શન કરવા ગયા. ચાલતાં સમયે અભયકુમારને આદેશ આપ્યો કે ચેલ્લણાના મહેલને સળગાવી દો. અભયકુમારે રાજમહેલમાંથી રાણીઓને અને બહુમૂલ્યવાન વસ્તુઓને બહાર કાઢી, તેમાં આગ લગાવી દીધી. રાજા શ્રેણિકે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે ચેલ્લણા આદિ બધી રાણીઓ પૂર્ણ પતિવ્રતા અને શીલવંતી છે? ભગવાને કહ્યું હા. ત્યારે રાજા શ્રેણિક મનોમન પશ્ચાતાપ કરવા લાગ્યા. તે સમવસરણમાંથી જલ્દીથી નીકળી રાજભવન તરફ પાછા ફર્યા. રસ્તામાં અભયકુમાર મળી ગયા. રાજાના પ્રશ્ન પૂછવા પર અભયકુમારે મહેલને સળગાવી દીધાની વાત કરી. રાજાએ કહ્યું શું તમે પોતાની બુદ્ધિથી કામ ન કર્યું? અભયકુમાર બોલ્યા, રાજનું! રાજાની આજ્ઞાનો ભંગ કરવો કેટલો ભયંકર છે, એ હું સારી રીતે જાણતો હતો.
રાજાને પોતાના અવિવેક પૂર્ણ કૃત્ય પર ક્રોધ આવી રહ્યો હતો. તે પોતાના
37