________________
(શાસન) રાષ્ટ્ર (દેશ) કોષ, કોઠાર (અન્નભંડાર) સેવા, વાહન, નગર અને અંતઃપુરની સારી રીતે સંભાળ રાખતા હતા.
અભયકુમાર રાજા શ્રેણિકના માનીતા મંત્રી હતા. તે જટિલમાં જટિલ સમસ્યાઓને પોતાની કુશાગ્ર બુદ્ધિથી એક ક્ષણમાં ઉકેલી દેતા હતા. તેઓએ મેઘકુમારની માતા ધારિણી અને કુણિકની માતા ચેલ્લણાનો દોહદ પોતાની કુશાગ્ર બુદ્ધિથી પૂર્ણ કર્યો હતો. પોતાની નાની માતા ચેલ્લણા અને શ્રેણિકનો વિવાહ સંબંધ પણ આનંદ સહિત પૂર્ણ કરાવ્યો હતો. તેની બુદ્ધિના ચમત્કારની અનેક ઘટનાઓ જૈન સાહિત્યમાં અંકિત છે. તેઓએ ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોતના વિકટ રાજ નૈતિક સંકટથી શ્રેણિકને મુક્ત કર્યા હતા.
શ્રમણધર્મને ગ્રહણ કરવું અત્યધિક કઠિન છે, તે અભયકુમાર સારી રીતે જાણતા હતા. એકવાર એક ઠ્ઠમકે (લાકડા લેવા જનારો કઠિયારો) ગણધર સુધર્મા સ્વામીની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. લોકોએ તેની મશ્કરી કરી. અભયકુમારને જાણ થઈ ત્યારે તેમણે સાર્વજનિક સ્થાન પર એકેક કરોડ સુવર્ણમુદ્રાઓના ત્રણ ઢગલા કરીને ઉદ્ઘોષણા કરી કે ત્રણ કરોડ સુવર્ણમુદ્રાઓને તે જ વ્યક્તિ લઈ શકે છે કે જે વ્યક્તિ જીવનભર સ્ત્રી, અગ્નિ અને કાચા પાણીનો પરિત્યાગ કરે. સુવર્ણમુદ્રાઓને જોઈને બધાનું મન લલચાયું પરંતુ શરત સાંભળીને કોઈ આગળ ન આવ્યું. અભયકુમારે એ બધાની સામે કહ્યું કે દુમકમુનિ કેટલા મહાન છે કે જેણે જીવનભર સ્ત્રી, અગ્નિ અને કાચા પાણીને છોડી દીધું છે પરંતુ તમે બધા તેની મશ્કરી કરો છો. બધા દ્રુમકમુનિના મહાન ત્યાગથી પ્રભાવિત થયા અને તેઓને શ્રમણ ધર્મના મહત્વનું જ્ઞાન થયું.
સૂયગડાંગ નિર્યુક્તિ તથા ૩ શલાકાપુરુષ ચરિત્ર અનુસાર અભયકુમારે આર્દ્રકુમારને ધર્મ ઉપકરણ ઉપહારના રૂપમાં મોકલ્યા હતા. જેનાથી આર્દ્રકુમાર પ્રતિબુદ્ધ થઈને શ્રમણ બન્યા હતા, અભયકુમારના સંપર્કમાં આવીને રાજ્યગૃહના ક્રૂર કસાઈ કાલૌરિકના પુત્ર સુલસકુમાર ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા હતા. અભયકુમારની ધાર્મિક ભાવનાનાં અનેક ઉદાહરણ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે. કથાકાર કહે છે– એકવાર અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીની સમક્ષ જિજ્ઞાસા
36