________________
ભિક્ષુઓએ તેને સ્નેહ આપ્યો. તેનાથી તેના અંતરમાનસમાં બૌદ્ધ ધર્મના પ્રતિ સહજ અનુરાગ જાગૃત થયો. ચેલના રાણી સાથે થતી ચર્ચાઓમાં તેઓ બૌદ્ધ ધર્મનો પક્ષ લેતા હતા. અંતે અનાથી મુનિથી બોધ પામતાં તેઓ જૈનધર્મી થયા.
રાજા શ્રેણિક ઘણા તેજસ્વી શાસક હતા. તે જિનશાસનની મહાન પ્રભાવના કરનારા હતા. દેવો દ્વારા કરવામાં આવેલી પરીક્ષામાં પણ તે સમુત્તીર્ણ થયા હતા. તેઓનું અનોખું કર્તવ્ય જૈન ધર્મની ગૌરવ–ગરિમામાં ચાર ચાંદ લગાવનારું હતું. તેમણે રાજ્યમાં અમારી પડહ–પ્રાણી વધ ન કરવાની ઘોષણા કરાવી હતી.
પ્રસ્તુત આગમમાં શ્રેણિક સમ્રાટના રાજકુમારોનું વર્ણન છે. તેમના જીવન પ્રસંગો વિષયક ચર્ચાઓ છે. વિહલ્લકુમારનાં સંબંધમાં હાર– હાથીના પ્રસંગને લઈને તે યુગના રથમૂસળ । અને મહાશિલા કંટક મહાસંગ્રામનું કથન છે પરંતુ વિસ્તાર ભયથી તે બધાનો ઉલ્લેખ ન કરતાં અભયકુમારના સંબંધમાં જ અહીં કંઈક ચિંતન પ્રસ્તુત કરીએ છીએ. અભયકુમાર :
અભયકુમાર પ્રબળ પ્રતિભાના ધારક હતા. જૈન અને બૌદ્ધ બન્ને પરંપરાઓ તેને પોતાના અનુયાયી માને છે. જૈન આગમ સાહિત્ય અનુસાર તે ભગવાન મહાવીરની પાસે આર્હતી દીક્ષા સ્વીકાર કરે છે અને ત્રિપિટક સાહિત્ય અનુસાર તે બુદ્ધની પાસે પ્રવ્રુજિત થાય છે.
જૈન સાહિત્યની દષ્ટિથી તે શ્રેણિક રાજાની નંદા નામની રાણીના પુત્ર હતા. નંદા વેજ્ઞાતટપુરના ધનાવહની પુત્રી હતી. કુમારાવસ્થામાં શ્રેણિક ત્યાં પહોંચ્યા હતા અને તેમણે નંદાની સાથે પાણિગ્રહણ કર્યું હતું. આઠ વર્ષ સુધી અભયકુમાર પોતાની માતાની સાથે, નાનાને ઘરે રહ્યા હતા અને ત્યાર પછી તે રાજગૃહમાં આવ્યા હતા.
અભયકુમારનું રૂપ અત્યધિક સુંદર હતું. તે સામ, દામ, દંડ, ભેદ, પ્રધાન રાજ્ય નીતિમાં નિષ્ણાત હતા. તેઓ ઈહા, અપોહ (અવાય), માર્ગણા, ગવેષણા અને અર્થશાસ્ત્રમાં કુશળ હતા; ચારે પ્રકારની બુદ્ધિઓના ધણી હતા. તે શ્રેણિક સમ્રાટના પ્રત્યેક કાર્યને માટે સાચા પરામર્શક હતા. તે રાજ્યધુરાને ધારણ કરનારા હતા. તે રાજ્ય
35