________________
મોટી સેના હોવાથી અથવા સેનિય ગોત્ર હોવાથી તેનું નામ શ્રેણિક પડ્યું. શ્રીમદ્ ભાગવત પુરાણમાં શ્રેણિકનાં 'અજાતશત્રુ વિધિસાર' નામ પણ આપ્યાં છે. બીજાં સ્થળોમાં વિંધ્યસેન અને સુબિન્દુ નામનો પણ ઉલ્લેખ થયો છે.
આવશ્યક હરિભદ્રીય વૃત્તિ અને ૩ શલાકાપુરુષ ચરિત્ર અનુસાર શ્રેણિકના પિતા પ્રસેનજિત હતા. દિગંબર આચાર્ય હરિષેણે શ્રેણિકના પિતાનું નામ ઉપશ્રેણિક લખ્યું છે. આચાર્ય ગુણભદ્ર ઉત્તરપુરાણમાં શ્રેણિકના પિતાનું નામ કુણિક લખ્યું છે, જે અન્યોન્ય આગમ અને આગામેતર ગ્રંથોથી સંગત નથી. તે શ્રેણિકના પિતા નથી પરંતુ પુત્ર છે. અન્યત્ર ગ્રંથોમાં શ્રેણિકના પિતાનું નામ મહાપર્વ, હેમજિત, ક્ષેત્રોજા, લેપ્રોજા પણ મળે છે.
જૈન સાહિત્યમાં શ્રેણિકની ર૬ રાણીઓનાં નામ ઉપલબ્ધ છે. તેના ૩૫ પુત્રોનું પણ વર્ણન મળે છે. જ્ઞાતાસૂત્ર, અંતકૃતદશાંગ, નિરયાવલિકા, આવશ્યકચૂર્ણિ, નિશીથચૂર્ણિ, ૩ સલાકા પુરુષ ચરિત્ર, ઉપદેશમાળા, શ્રેણિકચરિત્ર પ્રકૃત્તિમાં તેના
અધિકાંશ પુત્ર, પૌત્ર અને મહારાણીઓનો ભગવાન મહાવીર પાસે પ્રવ્રજ્યા લેવાનો ઉલ્લેખ છે. તે બધા જ્ઞાન, ધ્યાન અને ઉત્કૃષ્ટ તપ-જપની સાધના કરી સ્વર્ગવાસી થયા છે. ઉત્તરાધ્યયન સૂત્ર અનુસાર શ્રેણિક સમ્રાટે અનાથીમુનિ પાસે સનાથ અને અનાથના ગંભીર રહસ્યને સમજીને જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. સમ્રાટ શ્રેણિક ક્ષાયિક સમ્યકત્વધારી હતા તેવી ધારણા છે. તેઓએ તીર્થકર નામ કર્મ પ્રકૃતિનો પણ બંધ કર્યો હતો. જોકે ન તો તેઓ બહુશ્રુત હતા અને ન તો તેઓ પ્રજ્ઞપ્તિ જેવા આગમોના વેત્તા (જાણકાર) હતા તો પણ સમ્યકત્વના કારણે જ તેઓ તીર્થકર જેવા ગૌરવપૂર્ણ પદને યોગ્ય થયા.
બૌદ્ધગ્રંથો અનુસાર શ્રેણિકની ૫૦૦ રાણીઓ હતી. તેઓને તથાગત બુદ્ધના ભક્ત માનવામાં આવે છે. જ્યારે રાજા પ્રસેનજિત શ્રેણિકને નિર્વાસિત કર્યા હતા તે સમયે તેઓએ પ્રથમ વિશ્રામ નંદીગ્રામમાં લીધો હતો. ત્યાંના પ્રમુખ બ્રાહ્મણોએ રાજકોપના ભયથી ન તેને ભોજન આપ્યું અને ન વિશ્રાંતિ માટે આવાસ પણ આપ્યો. વિવશ થઈને નંદીગ્રામની બહાર બૌદ્ધ વિહારમાં તેને રોકાવું પડ્યું અને ત્યાંના બૌદ્ધ
34