________________
અસંગત નથી.
પંડિત ગેગર અને ભાંડારકરે સિલોનના પાલી વંશાનુક્રમ અનુસાર બિંબિસાર અને શિશુનાગવંશને અલગ બતાવેલ છે. બિંબિસાર શિશુનાગની પહેલાં હતા. ડૉ. કાશીપ્રસાદનું મંતવ્ય છે કે શ્રેણિકના પૂર્વજોનો કાશીના રાજવંશની સાથે પૈતૃક સંબંધ હતો, જ્યાં તીર્થંકર પાર્શ્વનાથે જન્મ ગ્રહણ કર્યો હતો. માટે શ્રેણિકનો કુળધર્મ નિગ્રંથ (જૈન) ધર્મ હતો. આચાર્ય હેમચંદ્રે પણ રાજા શ્રેણિકના પિતા પ્રસેનજિતને ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રાવક ગણ્યા છે.
શ્રેણિકનું જન્મ નામ શું હતું ? આ સંબંધમાં જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાના ગ્રંથ મૌન છે. જૈન આગમોમાં શ્રેણિકનાં ભંભસાર, ભિંભસાર, ભિંભીસાર; એ નામો મળે છે. શ્રેણિક બાળક હતા તે સમયે રાજમહેલમાં આગ લાગી. બધા રાજકુમારો વિવિધ બહુમૂલ્યયુક્ત વસ્તુઓ લઈને ભાગ્યા, પરંતુ શ્રેણિકે ભંભાને રાજચિહ્નના રૂપમાં સારભૂત સમજી ગ્રહણ કરી માટે જ તેનું નામ ભંભસાર પડ્યું. અભિધાન ચિંતામણી, ઉપદેશ માળા, ઋષિમંડલ પ્રકરણ, ભરતેશ્વરબાહુબલી વૃત્તિ, આવશ્યક ચૂર્ણિ પ્રકૃતિ પ્રાકૃત અને સંસ્કૃતના ગ્રંથોમાં ભંભસાર શબ્દ મુખ્યરૂપથી પ્રયુક્ત થયો છે. ભંભા, ભિંભા અને ભિંભી એ સર્વ શબ્દો ભેરીના અર્થમાં પ્રયુક્ત છે.
બૌદ્ધ પરંપરામાં શ્રેણિકનું નામ બિંબિસાર પ્રચલિત છે. બિંબિનો અર્થ સુવર્ણ છે. સુવર્ણની સમાન વર્ણ હોવાના કારણે તેનું નામ બિંબિસાર પડ્યું છે. તિબેટી પરંપરા માને છે કે શ્રેણિકની માતાનું નામ બિબિ હતું માટે તેને બિંબિસાર કહેવામાં આવેલ છે.
જૈન પરંપરાનું મંતવ્ય છે કે સૈનિક શ્રેણિઓની સ્થાપના કરવાથી તેનું નામ શ્રેણિક પડ્યું. બૌદ્ધ પરંપરાની માન્યતા છે કે પિતા દ્વારા અઢાર શ્રેણીઓના સ્વામી બનાવ્યાના કારણે તે શ્રેણિક કહેવાયેલ છે.
જૈન, બૌદ્ધ અને વૈદિક વાદ્ગમયમાં શ્રેણિ અને પ્રશ્રેણીની સર્વત્ર ચર્ચા આવી છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ, જાતક, મૂગપક્ખ જાતકમાં શ્રેણિની સંખ્યા ૧૮ માની છે. મહાવસ્તુમાં ત્રીસ શ્રેણિઓનો ઉલ્લેખ અને યજુર્વેદમાં ૫૩ નો ઉલ્લેખ છે. કોઈ કોઈની માન્યતા છે કે
33