________________
તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે. તેને દ્વાદશાંગી અથવા ગણિપિટક પણ કહે છે. અંગ સાહિત્ય ૧૨ વિભાગોમાં વિભાજિત છે (૧) આચારાંગ (ર) સૂયગડાંગ (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (૬) જ્ઞાતાધર્મકથાંગ (૭) ઉપાસકદશાંગ (૮) અંતગડદશાંગ (૯) અનુત્તરોવવાઈદશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દૃષ્ટિવાદ. દૃષ્ટિવાદ વર્તમાનમાં અનુપલબ્ધ છે.
અનુત્તરોવવાઈદશાંગ નવમું અંગ છે. પ્રસ્તુત આગમમાં એવા મહાન તપોનિધિ સાધકોનો ઉલ્લેખ છે કે જેઓએ ઉત્કૃષ્ટતમ તપની સાધના—આરાધના કરી, આયુષ્ય પૂર્ણ થવા પર અનુત્તરવિમાનમાં જન્મ ગ્રહણ કર્યો. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ; એ પાંચ અનુત્તર વિમાન છે. અન્ય બધાં વિમાનોમાં શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહેલ છે. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અનુત્તરોપપાતિક કહેવાય છે. પ્રથમ વર્ગમાં દસ અધ્યયન છે, માટે તેને અનુત્તરોવવાઈયદશા કહ્યું છે. બીજા શબ્દમાં એમ પણ કહી શકાય કે એવા માનવોની દશા એટલે અવસ્થાનું વર્ણન હોવાથી પણ તેને અનુત્તરોવવાઈયદશા કહેલ છે. અનુત્તર વિમાનવાસી દેવોની એક વિશેષતા એ છે કે તે પરિત (અલ્પ) સંસારી હોય છે. પ્રસ્તુત આગમમાં સમ્રાટ શ્રેણિકના જાલિ આદિ ત્રેવીસ રાજકુમારોનાં સાધનામય જીવનનું વર્ણન છે.
રાજા શ્રેણિક :
સમ્રાટ શ્રેણિક મગધના અધિપતિ હતા. જૈન, બૌદ્ધ અને વૈદિક, આ ત્રણેય પરંપરાઓમાં શ્રેણિકના સંબંધમાં પર્યાપ્ત માહિતી પ્રાપ્ત થાય છે. ભાગવત મહાપુરાણ અનુસાર તે શિશુનાગવંશીય કુળમાં ઉત્પન્ન થયા હતા, મહાકવિ અશ્વઘોષે તેનું કુળ હર્ટીંગ લખ્યું છે. આચાર્ય હરિભદ્રે તેનું કુળ યાહિક માન્યું છે. રાયચૌધરીનું મંતવ્ય છે કે બૌદ્ધ સાહિત્યમાં જે હર્યંગ કુળનો ઉલ્લેખ છે તે નાગ વંશનો જ દ્યોતક છે. કોવિશ્લે હર્ટીંગનો અર્થ સિંહ કર્યો છે પરંતુ તેનો અર્થ નાગ પણ છે. પ્રોફેસર ભાંડારકરે નાગદશકમાં બિંબિસારની ગણના કરી છે અને તે બધા રાજાઓનો વંશ પણ નાગવંશ માન્યો છે. બૌદ્ધ સાહિત્યમાં આ કુળનું નામ શિશુનાગવંશ લખ્યું છે. જૈન ગ્રંથોમાં વર્ણિત વાહિક કુળ પણ નાગવંશ જ છે. વાહિકજનપદ નાગજાતિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. તેનું કાર્યક્ષેત્ર પ્રમુખ રૂપથી તક્ષશિલા હતું, જે વાહિક જનપદમાં હતું. માટે શ્રેણિકને શિશુનાગ વંશીય માનવા
32