________________
પેઢી પર અવર્ણનીય ઉપકાર કર્યો. આ જૈનધર્મ, દર્શન અને સંસ્કૃતિની ધારાને પ્રવાહમાન રાખવાનો અદ્ભુત ઉપક્રમ હતો. આગમોનું આ પ્રથમ લેખિત સંપાદન વીરનિર્વાણના ૯૮૦ વર્ષથી પ્રારંભ થઈ ૯૯૩ વર્ષ સુધીમાં સંપન્ન થયું. પુસ્તકારૂઢ થયા બાદ જૈન આગમોનું સ્વરૂપ મૂળ રૂપમાં તો સુરક્ષિત થઈ ગયું પરંતુ કાળદોષ, બહારનું આક્રમણ, આંતરિક મતભેદ, વિગ્રહ, સ્મૃતિ દુર્બળતા અને પ્રમાદ આદિ કારણોથી આગમજ્ઞાનની શુદ્ધ ધારા, અર્થબોધની સમ્યક ગુરુ પરંપરા ધીરે ધીરે ક્ષીણ થતી ગઈ.
ઓગણીસમી શતાબ્દીના પ્રથમ ચરણમાં જ્યારે આગમ મુદ્રણની પરંપરા ચાલી તો પાઠકોને થોડી સુવિધા પ્રાપ્ત થઈ, આગમોની પ્રાચીન ટીકાઓ, ચૂર્ણિ અને નિયુક્તિ જ્યારે પ્રકાશિત થઈ તથા તેના આધાર પર આગમોનો સરળ અને સ્પષ્ટ ભાવબોધ મુદ્રિત થઈ પાઠકોને સુલભ થયો, ત્યારે આગમજ્ઞાનનું પઠન-પાઠન સ્વાભાવિક જ વધ્યું. સેંકડો જિજ્ઞાસુઓમાં આગમ સ્વાધ્યાયની પ્રવૃત્તિ જાગી. જૈનેત્તર દેશી-વિદેશી વિદ્વાન પણ આગમોનું અનુશીલન કરવા લાગ્યા. આ છે અમારી ઉપલબ્ધ આગમોની ક્રમિક પરંપરા. આગમોનો પરિચય :
જૈન આગમ સાહિત્ય ભારતીય સાહિત્યની વિરાટ નિધિનો એક અણમોલ ખજાનો છે. તે અંગપ્રવિષ્ટ અને અંગબાના રૂપમાં ઉપલબ્ધ છે. અંગપ્રવિષ્ટ સાહિત્યના સૂત્ર રૂપમાં રચયિતા ગણધર છે અને અર્થના પ્રરૂપક સાક્ષાત્ તીર્થકર હોવાના કારણે તે મૌલિક અને પ્રમાણભૂત માનવામાં આવે છે. દ્વાદશાંગી અંગ પ્રવિષ્ટ છે. તીર્થકરો દ્વારા પ્રરૂપિત અને ગણધરો દ્વારા ગ્રથિત સૂત્ર અને અર્થના આધારે સ્થવિર જે સાહિત્યની રચના કરે છે તે અનંગ પ્રવિષ્ટ છે, તેને અંગબાહ્ય પણ કહે છે.
સ્થાનાંગ, નંદી આદિ શ્વેતાંબર આગમ સાહિત્યમાં તે વિભાગ પ્રાચીનતમ છે. દિગંબર સાહિત્યમાં પણ આગમોના આ બે વિભાગ ઉપલબ્ધ છે. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્યનાં નામોમાં કંઈક અંતર છે.
અંગ પ્રવિષ્ટનું સ્વરૂપ સદા, સર્વદા દરેક તીર્થકરોના સમયમાં નિયત હોય છે.
0
31