________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી સન્મતીબાઈ મ. ઉપલબ્ધ જૈનાગમોનો ક્રમિક ઈતિહાસ :
જૈન ધર્મ, દર્શન અને સંસ્કૃતિનો મૂળ આધાર વીતરાગ સર્વજ્ઞની વાણી છે. સંપૂર્ણ રૂપે આત્મદર્શન કરનાર જ સમગ્ર વિશ્વનું દર્શન કરી શકે છે. જે સર્વને જાણે છે તે જ તત્ત્વજ્ઞાનનું યથાર્થ નિરૂપણ કરી શકે છે અને પરમહિતકારી યથાર્થ ઉપદેશ આપી શકે છે.
સર્વજ્ઞો દ્વારા કથિત તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને આચાર વ્યવહારનો સમ્પર્ક પરિબોધ તે જ આગમ, શાસ્ત્ર અથવા સૂત્રના નામથી પ્રસિદ્ધ છે.
તીર્થકરની વાણી જાણે મુક્ત સુમનોની વૃષ્ટિ સમાન હોય છે. મહાન પ્રજ્ઞાવાન ગણઘર તે ભાવોને સૂત્ર રૂપે ગ્રથિત કરી વ્યવસ્થિત આગમોનું રૂપ આપે છે.
આજે આપણે જેને આગમ નામથી ઓળખીએ છીએ, તે પ્રાચીન સમયમાં 'ગણિપિટક' કહેવાતા હતા. ગણિપિટક'માં સમગ્ર દ્વાદશાંગીનો સમાવેશ થઈ જાય છે. પછીના સમયમાં તેનાં અંગ, ઉપાંગ, મૂળ, છેદ આદિ અનેક ભેદ થયા છે.
જ્યારે લખવાની પરંપરા ન હતી, ત્યારે આગમોને સ્મૃતિપટ પર અથવા ગુરુ પરંપરાથી સુરક્ષિત રાખવામાં આવતા હતા. ભગવાન મહાવીર સ્વામી પછી લગભગ એક હજાર વર્ષ સુધી 'આગમ' ગુરુ-શિષ્ય પરંપરામાં સ્મૃતિ રૂપે સુરક્ષિત રહ્યાં ત્યાર પછી સ્મૃતિદુર્બળતા, ગુરુ પરંપરાનો વિચ્છેદ તથા બીજાં અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન પણ લુપ્ત થતું ગયું. મહાસરોવરનું જળ સુકાતાં સુકાતાં ગોષ્પદ જેટલું જ માત્ર રહી ગયું. ત્યારે દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે શ્રમણોનું સંમેલન બોલાવી, સ્મૃતિ દોષથી લુપ્ત થતાં આગમજ્ઞાનને, જિનવાણીને સુરક્ષિત રાખવાના પવિત્ર ઉદ્દેશ્યથી લિપિબદ્ધ કરવાનો ઐતિહાસિક પ્રયાસ કર્યો અને જિનવાણીને પુસ્તકારૂઢ કરી, આવનારી નવી
30