________________
દીર્ઘતપસ્વી વિશેષણનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે અને અણગારને તપમાં શૂરવીર કહ્યા છે. સુપ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિએ તપની પરિભાષા કરતાં લખ્યું છે કે જે આઠ પ્રકારના કર્મને તપાવી તેનો નાશ કરે તેનું નામ 'તપ' છે. વાસ્તવમાં તપથી કર્મનો નાશ થાય છે, ઢાંકેલી શક્તિઓ પ્રગટ થઈ જાય છે. જેમ પવનથી જ કાળા ડિબાંગ વાદળો એક ક્ષણમાં વિખરાઈ જાય છે તેમ તારૂપી પવનથી કર્મરૂપી વાદળાંઓ વિખરાવાં લાગે છે.
પ્રસ્તુત આગમમાં અનશન તપનું વિસ્તૃત વર્ણન છે. અનશન તપ તે જ સાધક કરી શકે છે કે જેને શરીરની આસક્તિ ઓછી હોય. અનશનમાં અશન અર્થાત્ ખાદ્ય વસ્તુનો ત્યાગ તો કરવામાં આવે જ છે, સાથે જ ઈચ્છાઓ, કષાયો અને વિષયવાસનાનો ત્યાગ પણ કરવામાં આવે છે. શરૂઆતમાં સાધક અમુક સમય માટે આહાર આદિનો ત્યાગ કરે છે, તે ઈન્ગરિક તપના નામથી પ્રખ્યાત છે અને જીવનના અંતિમ સમયમાં જિંદગીપર્યત આહાર આદિનો ત્યાગ કરે છે, તે યાવત્કથિત (આજીવન)તપ કહેવાય છે. ધન્ય અણગાર અને અન્ય સાધુઓએ આ બન્ને પ્રકારનાં તપની આરાધના કરી હતી. સંલેખના જૈન સાધના વિધિની એક પ્રક્રિયા છે. જે સાધકે આધ્યાત્મિકતાની ગહન સાધના કરી છે, ભેદ વિજ્ઞાનની સૂક્ષ્મતાને જેણે સારી રીતે આત્મસાત્ કરી છે, તે સંલેખના અને સમાધિ દ્વારા મરણનું વરણ કરી શકે છે. મરણના સમયે જે આહાર આદિનો ત્યાગ કરવામાં આવે છે તે ત્યાગમાં મૃત્યુની ચાહના હોતી નથી. સંયમી સાધકની દરેક ક્રિયાઓ સંયમના માટે જ હોય છે. જે શરીર સાધનામાં સહાયક ન હોય તે બાધક બની જાય છે. તેનું વહન કરવાથી આધ્યાત્મિક ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ ન થાય માટે તે ત્યાગવા યોગ્ય બની જાય છે. તે સમયે સ્વેચ્છાએ મરણને વરણ કરવામાં આવે છે. એક બ્રાંત ધારણા છે કે સંથારો આત્મહત્યા છે, પરંતુ આ સત્ય નથી. આત્મહત્યા તે વ્યક્તિ જ કરે છે જે પરિસ્થિતિઓથી ત્રાસેલા હોય છે, જેની મનોકામના પૂર્ણ થતી નથી હોતી. જેનું ઘોર અપમાન થયા કરે છે, જે તીવ્ર ક્રોધના કારણે વિક્ષિપ્ત થઈ ગયો હોય છે, તે વ્યક્તિ વિવિધ પ્રકારના પ્રયોગ કરી જીવનનો અંત લાવે છે. તેના અંતરમનમાં ભય, કામનાઓ, વાસનાઓ, ઉત્તેજનાઓ અને કષાય રહેલાં હોય છે. જ્યારે સંથારામાં આ બધાંનો અભાવ હોય છે, આત્માના નિજ ગુણોને પ્રગટ કરવાની તીવ્રતર ભાવના હોય છે માટે જો પૂર્વકાળમાં કોઈની સાથે દુર્ભાવનાઓ અથવા વૈમનસ્ય થયું હોય તો તે સ્વયં ક્ષમાયાચના
41