________________
( 5.
બની, સંસાર ત્યાગી, યથાતથ્ય અણગાર ભાવમાં લીન બનવા પૂર્ણ પુરૂષાર્થ કરતાં અનુત્તરયોગી બની જાય છે. અનુત્તરયોગીની સલ્કિયા કલાપ નીચે પ્રમાણે છે
દીક્ષા ગ્રહણ કર્યા પછી અપ્રમત્તપણે ત્રણ યોગને શુદ્ધ કરવા, ચિત્તને સ્વરૂપમાં સ્થિર કરવા, કાયયોગને બાહ્યતા, ગુણસંવત્સર તપ, છઠના પારણે આયંબિલ તપ, અવશિષ્ટ વધેલું, તુચ્છ–ફેંકી દેવા યોગ્ય આહાર લાવીને કાયાનું પોષણ કરવું, વેદ મોહજન્ય ઉત્પન્ન થયેલ વાસનાને ઉપાસનામાં સ્થિર કરવા પાંચે ય ઈન્દ્રિયના વિષયોને જીતવા, દિવસમાં સૂર્ય સન્મુખ આંખોને ખુલ્લી રાખી, પગને ઉત્કટ આસન બદ્ધ રાખવા અને રાત્રે ઠંડીની શીત આતાપના લઈ વીરાસને સ્થિત રહેવું. છઠ, અટ્ટમ, ચોલા, પંચોલા વગેરે તપ કરી કાયયોગને શુદ્ધ, અનુત્તર કરવો. વચન યોગને મૌન દ્વારા જલ્પના, કલ્પના છોડી ગુપ્ત બ્રહ્મચારી અનુત્તર બનાવવો. મનયોગને વિકલ્પના કુતર્ક ખોટા વિચારોના વમળમાંથી રોકી ધર્મધ્યાન શુક્લધ્યાનવાળો અનુત્તર બનાવવો.
મુખ્યરૂપે ત્રણ યોગને ત્રણ કરણથી પાપાશ્રવથી મુક્ત બનાવી, પગથી લઈને મસ્તક સુધીના વીસે અંગોને અર્થાત્ સંપૂર્ણ શરીરને કૃશ બનાવી મૃતપ્રાયઃ કરી, આત્યંતર તપ દ્વારા કષાય કૃશ કરી, આત્માનું ઓજસ પ્રાપ્ત કરવાની અનુત્તર ક્રિયાનો પ્રયોગ છે જેમાં, તેનું નામ છે અનુત્તર. આયુકર્મ ઓછું પડે અને મોક્ષ જવા યોગ્ય આત્મા શુદ્ધ ન બને પરંતુ અનંત ભવોના પરિભ્રમણની વાસનાનો સદંતર નાશ કરી એક ભવથી લઈને તેર ભવમાં મોક્ષ થઈ જાય તેવો આત્માને અનુત્તર બનાવવો. મૃત્યુ પામ્યા પછી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાય, તેવી ક્રિયાનું સંપૂર્ણ જ્ઞાન આપે અને પ્રયોગ કરવાની વિધિ વિધાન દેખાડે તેનું નામ છે અનુત્તરોપપાતિક સૂત્ર.
આ સૂત્રનો અનુવાદ કરવાનું સૌભાગ્ય મારી શિષ્યા વિદુષી બા. બ્ર. સાધ્વી સન્મતિને ફાળે જાય છે અને સંપાદન સમાર્જન સાધ્વીરત્ના ડૉ. આરતીશ્રીને ફાળે જાય છે. તેઓએ પોતાની યથા શક્તિ અને વિલક્ષણતા સહયોગ પુરુષાર્થ કરીને સંપાદન, અનવાદ કરેલ છે. તેને ઓપ આગમ મનીષી ૫. ત્રિલોકમની મહારાજે આપ્યો છે. તેઓને મારા શત શત પ્રણામ. અમારી શિષ્યા સાધ્વી સન્મતિને અભિનંદન સહ આશીર્વાદ આપું છું કે આવું અત્યંત સુંદર કામ કરી તારા આત્મામાં અનુત્તર સાધક દશા પ્રગટાવી તેનામય બની સદાય સન્મતિ સાથે પ્રયાણ કરતાં આત્માને શુદ્ધ, બુદ્ધ, મુક્ત બનાવવા માટે અપ્રમત્ત દશા કેળવો અને મળેલા સંયમ જીવનને સફળ અને
( ).