________________
સાર્થક બનાવો.
આગમ અવગાહન કરવામાં સહયોગી સાધ્વીવૃંદનું અભિવાદન કરું છું તથા આ અનુવાદને તપાસવામાં મુકુલી કરણ કરી ઓતપ્રોત બની જનારા મુકુન્દભાઈ શ્રમણોપાસક વગેરેએ તેમજ ઉજ્જવળ ભાવોને સંકલન સાથે પ્રેષિત કરનાર ચંદ્રકાંતભાઈ વગેરે પ્રકાશન સમિતિના સુસભ્યો તથા આવું સુંદર કાર્ય કરી આપનાર નેહભર્યા ભક્તિવાન નેહલભાઈ સર્વનું અભિવાદન કરું છું.
શ્રુતાધાર બની અર્થ સહયોગી શ્રી રતિગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના દાનને તથા શ્રુત સેવાને પણ અભિનંદુ છું. નામી, અનામી સર્વ સહયોગીઓનો આભાર માનું
છું.
આગમ અવગાહનમાં કંઈ ઓછું, અધિક થયું હોય તો વીતરાગની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં.
બોધિ બીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી, "મુક્ત લીલમ" તણા તારક થયા, એવા ગુરુણી "ઉજમ–ફૂલ–અંબામાત"ને વંદન કરું ભાવભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગું પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
27
–આર્યા લીલમ.