________________
કરી.
૮૨
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
જંબુકુમાર ૧૬ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. ૨૦ વર્ષ છદ્મસ્થપણે ૨, ૪૪ વર્ષ કેવળી પર્યાયમાં રહ્યા, ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવીને પોતાની પાટ પર પ્રભવ સ્વામીને સ્થાપિત કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. જંબુસ્વામી આ અવસર્પિણી કાળના અંતિમ કેવળી હતા.
વર્તમાને ઉપલબ્ધ અંગ આગમ શાસ્ત્રો સુધર્માસ્વામી અને જંબુસ્વામી, એ આ બે ગુરુ શિષ્યના સંવાદરૂપ ઉત્પાનિકાથી સંકળાયેલ આપણને પ્રાપ્ત થયા છે. જો કે તે ઉત્થાનિકાઓ ઘણી પાછળથી સૂત્રમાં જોડાયેલ છે છતાં વર્તમાને વિધમાન શ્રુતજ્ઞાનમાં ગુરુ શિષ્યનો અનંત ઉપકાર છે.
તે
૪. શ્રેણિક રાજા :– મગધ દેશના સમ્રાટ હતા. અનાથી મુનિથી પ્રતિબોધિત થઈને ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત થઈ ગયા હતા.
રાજા શ્રેણિકનું વર્ણન જૈન ગ્રંથો તથા બૌદ્ધ ગ્રંથોમાં પ્રચુર માત્રામાં મળે છે. ઈતિહાસકાર કહે છે કે શ્રેણિક રાજા હૈહય કુળ અને શિશુનાગ વંશના હતા. બૌદ્ધ ગ્રંથોમાં 'સેનિય' અને બિંબિસાર' આ બે નામ મળે છે. જૈનગ્રંથોમાં સેબ્રિય બિંભાર અને ભંભાસાર નામ ઉપલબ્ધ છે.
બિંભસાર અને ભંભાસાર નામ કેવી રીતે પડ્યાં ? આ સંબંધમાં શ્રેણિકના જીવનનો એક સુંદર પ્રસંગ છે.
શ્રેણિકના પિતા રાજા પ્રસેનજિત કુશાગ્રપુરમાં રાજ્ય કરતા હતા. એક દિવસની વાત છે– રાજમહેલમાં અચાનક આગ લાગી. દરેક રાજકુમાર પોત-પોતાની પ્રિય વસ્તુ લઈને બહાર ભાગ્યા. કોઈ હાથી લઈને, કોઈ અશ્વ લઈને, કોઈ રત્નમણિ લઈને ભાગ્યા. પરંતુ શ્રેણિક રાજા માત્ર એક 'ભંભા' લઈને જ બહાર નીકળ્યા હતા.
શ્રેણિકને જોઈને બીજા ભાઈઓ હસી રહ્યા હતા. પરંતુ પિતા પ્રસેનજિત પ્રસન્ન હતા, કારણ કે શ્રેણિકે અન્ય બધી વસ્તુ છોડીને એક માત્ર રાજ્યચિહ્નની રક્ષા કરી હતી.
આના ઉપરથી રાજા પ્રસેનજિતે તેનું નામ 'બિંભસાર' અથવા 'ભંભાસાર' રાખ્યું. ભિંભસાર શબ્દ જ સંભવતઃ આગળ ચાલીને ઉચ્ચારણ ભેદથી બિંબસાર બની ગયું. ૫. ધારિણી દેવી ઃ- શ્રેણિક રાજાની પટ્ટરાણી હતી. ધારિણીનો ઉલ્લેખ આગમોમાં પ્રચુર માત્રામાં મળે છે. સંસ્કૃત સાહિત્યનાં નાટકોમાં પ્રાયઃ રાજાની સૌથી મોટી રાણીના નામની આગળ 'દેવી' વિશેષણ લગાડાય છે. જેનો અર્થ થાય છે—રાણીઓમાં સૌથી