________________
પરિશિષ્ટ-૩
શ્રદ્ધા હતી."પુરુષો વૈ પુરુષત્વનુ પશવઃ પશુત્વમ્' અર્થાત્ પુરુષ મરીને પુરુષ જ થાય છે અને પશુ મરીને પશુ જ થાય છે પરંતુ સુધર્માસ્વામીને વેદોમાં જન્માંતર વૈસાદેશ્યવાદના સમર્થક વાક્ય પણ પ્રાપ્ત થતા. જેમ કે "શ્રVIો વૈ પણ ગાયતે, વઃ સંપુરષો રાતે'. સુધાર્માસ્વામી બન્ને પ્રકારના પરસ્પર વિરુદ્ધ વાક્યોથી સંશયયુક્ત થઈ ગયા હતા.
ભગવાન મહાવીરે પૂર્વાપર વેદ વાક્યોનો સમન્વય કરીને જન્માંતર–વૈસાદશ્યવાદને સિદ્ધ કર્યો. તેની શંકાનું સમ્યક સમાધાન ભગવાને વેદ વાક્યોથી કર્યું, તેમની ભ્રાંતિનું નિવારણ થયું. ૫૦ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી. ૪૨ વર્ષ સુધી તેઓ છદ્મસ્થ રહ્યા, મહાવીર નિર્વાણનાં ૧૨ વર્ષ પછી તેઓ કેવળી થયા, અને ૧૮વર્ષ કેવળી અવસ્થામાં રહ્યા.
ગણધરોમાં સુધર્માસ્વામીનું પાંચમું સ્થાન છે. તે સર્વ ગણધરોથી દીર્ઘ જીવી હતા. ભગવાન મહાવીર સ્વામીની હૈયાતીમાં નવ ગણધર કેવળજ્ઞાન-દર્શન પામ્યા હતા અને પ્રભુવીરના નિર્વાણ બાદ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાનદર્શન પામ્યા. તેથી વીરપ્રભુની પાટ પરંપરા સુધર્મા સ્વામીથી ચાલી હતી. પ્રભુવીરની વાણી તેમની શિષ્ય પરંપરાથી આપણને મળેલ છે.
૩. જબુસ્વામી :- આર્ય સુધર્માસ્વામીના પરમ વિનીત શિષ્ય તથા આર્ય પ્રભાવ સ્વામીના પ્રતિબોધક હતા. આગમોમાં ઘણી જગ્યાએ જંબૂસ્વામી એક પરમ જિજ્ઞાસુના રૂપમાં દેખાય છે.
જંબૂકુમાર રાજગૃહ નગરના સમૃદ્ધ વૈભવશાળી ઈભ્ય શેઠના પુત્ર હતા. તેમના પિતાનું નામ ઋષભદત્ત અને માતાનું નામ ધારિણી હતું. જંબૂકુમારની માતાએ જંબૂકુમારના જન્મ પહેલાં સ્વપ્નમાં જંબૂવૃક્ષ જોયું હતું, તેથી પુત્રનું નામ જંબૂકુમાર રાખ્યું.
સુધર્માસ્વામીની દિવ્યવાણીથી જંબૂકુમારના મનમાં વૈરાગ્ય જાગૃત થયો. અનાસક્ત જંબૂકુમારને માતા પિતાના અત્યંત આગ્રહથી વિવાહ સ્વીકૃત કરવા પડ્યા અને આઠ ઈમ્યવર શ્રેષ્ઠી કન્યાઓની સાથે વિવાહ થયા.
વિવાહની પ્રથમ રાત્રિએ જંબૂકુમાર પોતાની આઠ નવવિવાહિતા પત્નીઓને પ્રતિબોધ આપી રહ્યા હતા. તે સમયે એક ચોર ચોરી કરવા આવ્યો. તેનું નામ પ્રભવ હતું. જંબૂકુમારની વૈરાગ્ય પૂર્ણ વાણી શ્રવણ કરીને તે પણ પ્રતિબદ્ધ થયા. ૫૦૧ ચોર, ૮ પત્નીઓ, આઠે પત્નીઓનાં ૧૬ માતા-પિતા, જંબૂકુમારનાં માતા-પિતા અને સ્વયં જંબૂકુમાર; આ રીતે પર૮ વ્યક્તિઓએ એક સાથે સુધર્માસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ