________________
પરિશિષ્ટ-૩
મોટી અભિષિક્ત રાણી અર્થાત પટ્ટરાણી.
રાજા શ્રેણિકની અનેક રાણીઓ હતી, તેમાં ધારિણી મુખ્ય હતી. તેથી ધારિણીની આગળ 'દેવી' વિશેષણ પ્રયુક્ત થયું છે. દેવીનો અર્થ છે- પૂજ્યા.
મેઘકુમાર આ જ ધારિણી દેવીના પુત્ર હતા. જેમણે ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ૬. ચેલણા - રાજા શ્રેણિકની રાણી અને વૈશાલીના અધિપતિ ચેટક રાજાની પુત્રી હતી.ચેલ્લણા સુંદરી, ગુણવતી, બુદ્ધિમતી, ધર્મપરાયણ નારી હતી. શ્રેણિક રાજાને ધાર્મિક બનાવવામાં જૈનધર્મ પ્રતિ અનુરક્ત કરવામાં ચલ્લણાનું ઘણું યોગદાન હતું.
ચેલાણાને રાજા શ્રેણિકના પ્રતિ પ્રગાઢ અનુરાગ હતો, તેનું પ્રમાણ "નિરયાવતિ" સૂત્રમાં મળે છે. કોણિક, હલ્લ અને વિહલ્લ આ ત્રણેય ચલ્લણાના પુત્ર હતા. ૭. નંદા :- શ્રેણિકની રાણી હતી, તેણે ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી, ૧૧ અંગોનું અધ્યયન કર્યું, ૨૦ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું, અંતમાં સંથારો કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો.
૧૫
૮. જિતશત્રુ રાજા :- શત્રુને જીતનારા. જે રીતે બૌદ્ધ જાતકોમાં પ્રાયઃ બ્રહ્મદત્ત રાજાનું નામ આવે છે તે રીતે જૈનગ્રંથોમાં પ્રાયઃ જિતશત્રુ રાજાનું નામ આવે છે. જિતશત્રુની સાથે પ્રાયઃ ધારિણીનું નામ પણ આવે છે. કોઈ પણ કથાના પ્રારંભમાં કોઈ પણ એક રાજાનું નામ બતાવવું, આ કથાકારોની પુરાતન પદ્ધતિ રહી છે.
આ નામનો ભલે કોઈ એક રાજા ન પણ હોય. તથાપિ કથાકાર પોતાની કથાના પ્રારંભમાં આ નામોનો ઉપયોગ કરે છે. આમ તો જૈન સાહિત્યના કથાગ્રંથોમાં જિતશત્રુ રાજાનો ઉલ્લેખ આવે છે. નિમ્નલિખિત નગરોના રાજાનું નામ જિતશત્રુ બતાવ્યું છે. (૧) વાણિજ્ય ગ્રામ (૨) ચંપાનગરી (૩) ઉજ્જયિની (૪) સર્વતોભદ્ર નગર (૫) મિથિલા નગરી (૬) પાંચાલ દેશ (૭) આમલકલ્પા નગરી (૮) સાવત્થી નગરી(૯) વાણારસી નગરી (૧૦) આલભિકા નગરી (૧૧) પોલાસપુર.
૧૫
૯. ભદ્રા સાર્થવાહી - કાકંદી નગરીના ધન્યકુમાર અને સુનક્ષત્રકુમારની માતા ભદ્રા સાર્થવાહી છે. કાકંદી નગરીમાં ભદ્રા સાર્થવાહીનું બહુમાન હતું. ભદ્રાના પતિનો ઉલ્લેખ મળતો નથી. ભદ્રાની સાથે પ્રયુક્ત સાર્થવાહી વિશેષણ એ સિદ્ધ કરે છે કે તે સાધારણ વ્યાપાર જ નહીં પરંતુ સાર્વજનિક કાર્યોમાં પણ મહત્વપૂર્ણ ભાગ લેતી હશે અને દેશ તથા પરદેશમાં મોટા પાયે વ્યાપાર કરતી હશે અથવા સાર્થવાહની પત્ની હોવાથી પણ