________________
|
૭૮
|
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
૫. હસ્તિનાપુર - ભારતનું પ્રસિદ્ધ પ્રાચીન નગર અને મહાભારત કાળના કુરુદેશનું એક સુંદર અને મુખ્ય નગર હતું. ભારતના પ્રાચીન સાહિત્યમાં આ નગરનાં અનેક નામ ઉપલબ્ધ છે. ૧. હસ્તિની ૨. હસ્તિનપુર ૩. હસ્તિનાપુર ૪. ગજપુર આદિ.
આજકાલ હસ્તિનાપુરનું સ્થાન મેરઠથી રર માઈલ પૂર્વોત્તર અને બિજનૌરથી દક્ષિણ પશ્ચિમના ખૂણામાં બૂઢી ગંગા નદીના દક્ષિણ ખૂણા પર સ્થિત છે.
૬. ગુણશિલક ચૈત્ય :- રાજગૃહ નગરની બહાર ઈશાન ખૂણામાં એક ચૈત્ય (ઉધાન) હતું. રાજગૃહની બહાર અન્ય ઘણાં ઉદ્યાન હશે પરંતુ ભગવાન મહાવીર ગુણશિલક ઉધાનમાં જ વિરાજતા હતા.
અહીં ભગવાનની પાસે સેંકડો શ્રમણ અને શ્રમણીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓ બન્યાં હતાં. વર્તમાનમાં "ગુણાવા" જે નવાદા સ્ટેશનથી લગભગ ત્રણ માઈલ દૂર છે, પ્રાચીનકાળનું આ જ ગુણશિલક ચૈત્ય મનાય છે. ગુણશીલ એ નામ પ્રચલિત છે અને ગુણશિલક એ અર્થ પણ થાય છે.
૭. વિપુલગિરિ :- રાજગૃહ નગરની પાસેનો એક પર્વત, આગમોમાં અનેક સ્થળે તેનો ઉલ્લેખ મળે છે. ઘણા સાધકોએ અહીં સંથારો કર્યો હતો એટલે કે સ્થવિરોની દેખરેખમાં ઘોર તપસ્વી અહીં આવીને અનશન કરતા હતા. જૈન સાહિત્યમાં આવા પાંચ પર્વતોનો ઉલ્લેખ મળે છે– ૧. વૈભારગિરિ ૨. વિપુલગિરિ ૩. ઉદયગિરિ ૪. સુવર્ણગિરિ ૫. રત્નગિરિ.
મહાભારતમાં પાંચ પર્વતોનાં નામ આ છે– વૈભાર, વારાહ, વૃષભ, ઋષિગિરિ અને ચૈત્યક. વાયુપુરાણમાં પણ પાંચ પર્વતોનો ઉલ્લેખ મળે છે. જેમ કે– ભાર, વિપુલ, રત્નકુટ, ગિરિવ્રજ અને રત્નાચલ.
ભગવતી સૂત્રના શતક ૨, ઉદ્દેશા ૫ માં રાજગૃહના વૈભાર પર્વતની નીચે મહાતપોપતીરપ્રભવ નામના ઉષ્ણજલમય પ્રસવણ-નિર્ઝરનો ઉલ્લેખ છે, જે આજે પણ વિદ્યમાન છે.
બૌદ્ધ ગ્રંથોમાં આ નિર્ઝરનું નામ "તપોદ" મળે છે, જે સંભવતઃ "તખોદકથી બન્યું હશે.
ચીની યાત્રી ફાહિયાને પણ તે પર્વતને જોયો હતો.
૮. સહરામવન - આગમોમાં આ ઉદ્યાનનો પ્રચુર ઉલ્લેખ મળે છે. કાંકદી નગરીની | ૧૫ બહાર પણ આ નામનું એક સુંદર ઉધાન હતું. જ્યાં ધન્યકુમાર અને સુનક્ષત્રકુમારની